________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] અધ્યાત્મરસિક સજ્જન હતા. તેમણે આ શ્રાવકાચાર ગ્રંથનો ગુજરાતી અનુવાદ અત્યંત ખંત અને ચીવટપૂર્વક તદ્દન નિસ્પૃહભાવે કરી આપ્યો હતો તદુપરાંત તેમણે “સમાધિતંત્ર' નો તથા ઇષ્ટોપદેશ” નો ગુજરાતી અનુવાદ પણ કરી આપ્યો હતો કે જે અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. તે સર્વ કાર્ય માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને તેઓ જ્યાં હોય ત્યાં આત્મસાધનામાં વિશેષ પ્રગતિ કરીને ધ્યેયની પ્રાપ્તિ શીધ્ર કરી ત્યે એવી અંતરથી ભાવના ભાવે છે.
આ અનુવાદ આધંત તપાસીને જેમણે પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાન વડે યોગ્ય સંશોધન કરી આપ્યું છે અને માર્ગદર્શન આપ્યું છે, તે સહાયતા માટે આ સંસ્થાના માનનીય ભૂતપૂર્વ પ્રમુખ ભાઈશ્રી રામજીભાઈ દોશીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આ ગ્રંથમાં પ્રરૂપિત શ્રાવકાચારને યથાર્થ સમજી, જીવનમાં પરિણમાવીને જગતના સર્વ જીવો આત્મહિત સાધો અને વીતરાગ પંથને સદાય અનુસરો એવી ભાવના ભાવીએ છીએ. સોનગઢ
સાહિત્ય પ્રકાશન-સમિતિ દીપાવલિ
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, વિ. સં. ૨૦૩૨
સોનગઢ (સૌરાષ્ટ્ર)
-
*
-
- દ્વિતીય આવૃત્તિ પ્રસંગે :સ્વાધ્યાયચીવંત તસ્વરસિક જિજ્ઞાસુઓની માંગ હોવાથી આ શાસ્ત્રની દ્વિતીય આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ આવૃત્તિના પ્રકાશન અર્થે સ્વ. શ્રી રમણલાલ ચત્રભુજ કોઠારીના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો તરફથી તેમ જ અન્ય મુમુક્ષુઓ તરફથી આર્થિક સહાય મળી છે તે બદલ તે સર્વેનો આભાર માનવામાં આવે છે. સોનગઢ, કારતક સુદ ૧,
સાહિત્ય-પ્રકાશન સમિતિ વિ. સં. ૨૦૪૭
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com