________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સર્વજ્ઞાય નમ: પ્ર કા શ કી ય નિ વેદ ન આ ગ્રંથનું નામ “રત્નકરણ્ડક ઉપાસકાધ્યયન' છે. સામાન્ય રીતે તે “રત્નકરણ્ડક શ્રાવકાચાર” એ નામથી પ્રસિદ્ધ છે. સમાજમાં તે ઘણો પ્રસિદ્ધ ગ્રંથ છે. ઉપલબ્ધ શ્રાવકાચારોમાં તે અતિ પ્રાચીન અને સુસંબદ્ધ શ્રાવકાચાર છે. તેના રચયિતા શ્રી સમન્સ ભદ્રાચાર્ય છે. તેમણે આ ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-એ ત્રણેને ધર્મ કહીને તેનું વર્ણન કરતાં સમ્યક્રચારિત્રમાં સમાવિષ્ટ શ્રાવકાચારનું નિરૂપણ કર્યું છે, જે મુમુક્ષુઓ માટે અત્યંત ઉપયોગી અને આચરણીય છે.
તેના ઉપર શ્રી પ્રભાચન્દ્રાચાર્યે સંસ્કૃત ટીકા કરી છે જે આ ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવી છે. અને તે ઉપરથી તેનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે, જે પ્રથમ વાર જ આ સંસ્થા તરફથી પ્રકાશિત કરતાં અત્યાનંદ અનુભવાય છે.
શ્રાવકનું અંતર તથા બાહ્ય ચારિત્ર કેવા પ્રકારનું હોવું જોઈએ તેના ઉપર સારગર્ભિત પ્રવચન આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા અનેક વાર કરવામાં આવે છે તેથી જૈન સમાજ ઉપર તેઓશ્રીનો મહાન ઉપકાર છે. તેમના પ્રવચનમાંથી પ્રેરણા પામીને તેમ જ તેઓશ્રીના સાન્નિધ્યમાં રહીને, સદ્ધર્મપ્રેમી ભાઈ શ્રી છોટાલાલ ગુલાબચંદ ગાંધી (સોનાસણવાળા) એ આ અનુવાદ તૈયાર કરી આપ્યો હતો, તેનું પ્રકાશન થાય તે પહેલાં તેમનું દેહાવસાન થઈ ગયું. તેની નોંધ લેતાં અતિખેદ થાય છે અને તેમના પ્રત્યે સાભાર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ.
શ્રીયુત્ છોટાલાલભાઈ બી. એ. (ઓનર્સ), એસ. ટી. સી. હતા. તેઓ સરકારી હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય હતા. વળી તેઓ સાબરકાંઠા બેતાલીસ દ. હુ. દિ. જૈન કેળવણી મંડળના પ્રમુખ તથા શેઠ જી. ઉં. દિ. જૈન છાત્રાલય, ઈડરના ટ્રસ્ટી અને માનદમંત્રી હતા. તેઓ મુખ્યતયા જૈનતત્ત્વજ્ઞાનના અભ્યાસમાં, આધ્યાત્મિક શાસ્ત્રોનાં વાંચન-મનનમાં તેમ જ જૈનસાહિત્યની સેવા અને સત્સસમાગમાદિ ધાર્મિક પ્રવૃત્તિમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. અવકાશ પ્રાપ્ત કરીને સોનગઢ આવતા અને પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો તથા તત્ત્વચર્ચાનો અલભ્ય લાભ લેતા હતા. તેઓ શાંત, સરળસ્વભાવી, વૈરાગ્યભાવનાવત,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com