________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
રત્નકરણ્ડક શ્રાવકાચાર
૩૯
શ્રી પ્રવચનસાર ગાથા ૭૬ માં કહ્યું છે કે –
“જે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે તે સુખ પરના સંબંધવાળું, બાધાસહિત, વિચ્છિન્ન, બંધનું કારણ અને વિષ છે, એ રીતે તે દુઃખ જ છે.” *
નિઃકાંક્ષિત અંગ વિષે શ્રી સમયસાર ગાથા ૨૩૦ માં કહ્યું છે કે
જે ચેતયિતા કર્મોનાં ફળ પ્રત્યે તથાખ સર્વધર્મો પ્રત્યે કાંક્ષા (વાંછા ) કરતો નથી તે નિષ્પક્ષ સમ્યગ્દષ્ટિ જાણવો.”ર
જેને આત્માના સ્વાભાવિક સુખની શ્રદ્ધા હોય છે તે સમ્યગ્દષ્ટિ હોય છે. કેવળજ્ઞાનીઓ આત્મિક અનંતસુખને અનુભવે છે. તેવા અનંતસુખને જે જાણે છે, ઉપાદેયરૂપ શ્રદ્ધા છે અને પોતાના આત્મિક સુખને અનુભવે છે તે ભવ્ય જીવો સમ્યગ્દષ્ટિ છે. જે જીવોને વાસ્તવિક સુખામૃતનો અનુભવ હોય તેને પરદ્રવ્યોની અને પારદ્રવ્યોના આશ્રયે થતાં ઇન્દ્રિયસુખની કે અન્ય ધર્મોની આકાંક્ષા કેમ હોઈ શકે? કદી ન હોય.
તેઓ પોતપોતાના ગુણસ્થાન અનુસાર, જો કે હેયબુદ્ધિએ વિષયસુખને અનુભવે છે, તોપણ નિજ શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન અતીન્દ્રિય સુખને જ ઉપાદેય માને છે અને તેથી તેમને શ્રદ્ધામાં સાંસારિક સુખની જરાપણ આકાંક્ષા નથી. તેથી સમ્યગ્દષ્ટિ જીવોને નિઃકાંક્ષિત ગુણ હોય છે?
વિશેષ જે કોઈ જ્ઞાની, શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થયેલા પરમાનંદ સુખમાં તૃપ્ત થઈ, પંચેન્દ્રિયના વિષયસુખના કારણભૂત કર્મફળોમાં તેમ જ સર્વ વસ્તુઓના ધર્મોમાં અથવા આ લોક-પરલોકની ઈચ્છાઓ સંબંધી, અન્ય આગમમાં કહેલા સમસ્ત કુધર્મોમાં ઈચ્છા કરતો નથી તે સમ્યગ્દષ્ટિ સાંસારિક સુખમાં નિઃકાંક્ષિત જાણવો.” * ૧ર.
૧.
પરયુક્ત, બાધાસહિત, ખંડિત, બંધકારણ, વિષમ છે; જે ઇન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખ જ ખરે (શ્રી પ્રવચનસાર ગાથા ૭૬.) જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિનુર્તિ તે કાંક્ષા રહિત સમકિતદષ્ટિ જાણવો. (શ્રી સમયસાર ગાથા ૨૩૦.) જાઓ શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૩ ની શ્રી જયસેનાચાર્ય કત ટીકા. શ્રી સમયસાર ગાથા ર૩૦. ની શ્રી જયસેનાચાર્ય કૃત સંસ્કૃત ટીકા.
૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com