________________
૩૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કરેલ છે. તેમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થનો સમાવેશ થઈ જાય છે. એમ શ્લોક ૪ માં કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે–એમ સમજવું.
‘તત્ત્વ’શબ્દ એકવચનમાં છે અને આસ-આગમ-તપસ્વી એ ત્રણ હોવાથી બહુવચન છે. વળી છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ એ પણ બહુવચન છે. તેનું તાત્પર્ય એ છે કે જ્યારે જીવ પોતાના ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જીવતત્ત્વની સન્મુખ થાય છે ત્યારે જ પરમાર્થ સમ્યગ્દર્શન થાય છે અને ત્યારે જ આસ-આગમ-તપસ્વીની અને છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થની સાચી શ્રદ્ધા કહેવાય છે; તેથી ‘તત્ત્વ' શબ્દ અહીં શાસ્ત્રકાર આચાર્યદેવે એકવચનમાં વાપરેલ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રના શ્લોકમાં તત્ત્વાર્થના જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ–એમ સાત નામો આપીને બહુવચનને બદલે એકવચન ‘તત્ત્વ ’ લખેલ છે. ત્યાં પણ નિજ ત્રિકાળી જીવ તત્ત્વની સન્મુખ થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે એમ બતાવવા એકવચનમાં વાપર્યુ છે.
શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે
[ભગવાનશ્રીકુંદકુંદ
66
जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। ८० ।।
જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે.
66
...અરહંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે. માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો....” ૨.
....તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અરહંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત હોય છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અ૨હંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો પણ નિયમ છે.....” ૩.
.....સાચી દષ્ટિવડે કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં અન્ય લક્ષણોનું ગ્રહણ થાય છે, તોપણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે. જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાન લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે-જો એ તત્ત્વોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com