________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
૨૭
नैवापेक्षते। अयमर्थः- यथा मुरजः परोपकारार्थमेव विचित्रान् शब्दान् करोति तथा सर्वज्ञः शास्त्रप्रणयनमिति ॥ ८ ॥
પરોપકાર માટે જ વિચિત્ર શબ્દો કરે છે, તેમ સર્વજ્ઞ શાસ્ત્રનો ઉપદેશ ( દિવ્યધ્વનિ દ્વારા ) કરે છે.
ભાવાર્થ :- જેમ મૃદંગ વગાડનારના હાથના સ્પર્શથી પોતાની ઇચ્છા વિના વાગે છે અને તેના મધુર અવાજથી શ્રોતાઓનાં મન પ્રસન્ન થાય છે, પરંતુ તેના બદલામાં શ્રોતાઓ તરફ્થી તે કીર્તિ, પ્રશંસા, પૂજા, લાભ, પ્રેમાદિની ઇચ્છા કરતું નથી, તેમ હિતોપદેશી વીતરાગ દેવનો પણ ભવ્ય જીવોના પુણ્યના નિમિત્તે ઇચ્છા વિના હિતનો ઉપદેશ હોય છે. તોપણ તેઓ પોતાના માટે લાભાદિની ઇચ્છા કરતા નથી. તેમ જ શ્રોતાઓ ઉપર રાગ કરતા નથી.
જેમ મેઘ પોતાના પ્રયોજન વિના-ઇચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે, પુણ્યશાળી જીવોના દેશમાં ગમન, ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આસનો, લોકોમાં પુણ્ય નિમિત્તે પુણ્યવાન જીવોના દેશમાં, વિના ઇચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મરૂપ અમૃતની વર્ષા થાય છે.
વિશેષ
૧. મૃદંગના શબ્દો-એ પુદ્દગલનો પર્યાય છે. તે તેના સ્વતંત્ર પરિણમનથી થાય છે, તેમાં શિલ્પીની ઇચ્છા અને હાથ તો ફક્ત નિમિત્ત માત્ર છે. તેથી તે બંનેની વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ સમજવો, નહિ કે કર્તા-કર્મ સંબંધ, તેવી જ રીતે દિવ્યધ્વનિ દ્વારા ભગવાનનાં ઉપદેશ-વચનો થાય છે તે પણ ભાષા-વર્ગણા પુદ્દગલનું સ્વતંત્ર પરિણમન છે, તેમાં ભગવાનની ઇચ્છા પણ નિમિત્ત નથી; કારણ કે તેઓ વીતરાગ છે. ફક્ત તેમની ઉપસ્થિતિહયાતી જ નિમિત્ત માત્ર છે. માટે તે બંનેમાં (દિવ્યધ્વનિમાં અને ભગવાનની ઉપસ્થિતિમાં ) માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનવાને બદલે તેમાં કર્તા-કર્મ સંબંધ માનવો તે ભ્રમ છે.
૨. પં. દોલતરામજી કૃત દર્શનસ્તુતિમાં કહ્યું છે કે
વિ ભાગન વચ જોગે વશાય,
તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય..... ૩.
હે ભગવાન, ભવ્ય જીવોના ભાગ્યના નિમિત્તે આપની દિવ્યધ્વનિ છે, જે સાંભળીને વિભ્રમનો નાશ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com