________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૧
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર पथिकजनानां वसतिनिमित्तं देवकुलं कारितम्। एकदा देविलेन मुनये तत्र प्रथम वसतिर्दत्ता धमिल्लेन च पश्चात् परिव्राजकस्तत्रानीय धृतः। ताभ्यां च धमिल्लपरिव्राजकाभ्यां निःसारितः स मुनिर्वृक्षमूले रात्रौ दंशमशकशीतादिकं सहमानः स्थितः। प्रभाते देविलधमिल्लौ तत्कारणेन परस्परं युद्धं कृत्वा मृत्वा विन्ध्ये क्रमेण सूकरव्याधौ प्रौढौ जातौ। यत्र च गुहायां स सूकरस्तिष्ठति तत्रैव च गुहायामेकदा समाधिगुप्तत्रिगुप्तमुनि आगत्य स्थितौ। तौ च दृष्ट्वा जातिस्मरो भूत्वा देविलचरसूकरो धर्ममाकर्ण्य व्रतं गृहीतवान्। तत्प्रस्तावे मनुष्यगन्धमाघ्राय मुनिभक्षणार्थं स व्याघ्रोऽपि तत्रायातः। सूकरश्च तयो रक्षानिमित्तं गुहाद्वारे स्थितः। तत्रापि तौ परस्परं युध्वा मृतौ। सूकरो मुनिरक्षणाभिप्रायेण शुभाभिसन्धित्वात् मृत्वा सौधर्मे महर्द्धिको देवो जातः। व्याधस्तु मुनिभक्षणाभिप्रायेणातिरौद्राभिप्रायत्वान्मृत्वा नरकं गतः। वसतिदानस्य
નમૂના ૨૨૮ હતો. તે બંનેએ મુસાફરોને રહેવા માટે દેવકુલ કરાવ્યું.
એક દિવસ દેવિલે મુનિને ત્યાં પહેલા રાખ્યા અને પછી ઘમિલ્લે ભિક્ષુકને ત્યાં લાવી રાખ્યો. ધમિલ્લ અને ભિક્ષુક બંને દ્વારા કાઢી મૂકાયેલા તે મુનિ વૃક્ષના મૂળમાં રાત્રે ડાંસ-મચ્છર-શીત આદિ સહન કરતા ઠર્યા. પ્રભાતે દેવિલ અને ધમિલ્લ-બને તે કારણે પરસ્પર યુદ્ધ કરીને મર્યા અને વિધ્યદેશમાં અનુક્રમે મોટો ભૂંડ અને વાઘ તરીકે જન્મ્યા અને મોટા થયા.
જે ગૂફામાં તે ભૂંડ રહેતો હતો તે જ ગુફામાં એક દિવસ સમાધિગસ અને ત્રિગુપ્ત નામના બે મુનિ આવીને રહ્યા. તે બંનેને જોઈને શૂકર થયેલા દેવિલને જાતિસ્મરણ થયું અને ધર્મનું શ્રવણ કરીને તેણે વ્રત અંગીકાર કર્યું.
તે દરમિયાન મનુષ્યની ગંધ સૂંઘીને મુનિનું ભક્ષણ કરવા માટે તે વાઘ પણ ત્યાં આવ્યો. ભૂંડ તે બંનેની રક્ષા નિમિત્તે ગુફાના દ્વારે ઊભો રહ્યો. ત્યાં પણ તેઓ બંને એકબીજા સાથે લડી મરણ પામ્યા. ભૂંડ મુનિની રક્ષાના અભિપ્રાયથી શુભ ભાવથી મરીને સૌધર્મસ્વર્ગમાં મહાઋદ્ધિવાળો દેવ થયો અને વાઘ મુનિના ભક્ષણના અભિપ્રાયથી અતિરોદ્ર અભિપ્રાયને લીધે મરીને નરકે ગયો.
વસતિદાનનું આ ફળ છે. ૪.
ભાવાર્થ - (શ્લોક ૧૧૮) આહારદાનમાં શ્રીષેણ રાજા, ઔષધદાનમાં શેઠની પુત્રી વૃષભસેના, શાસ્ત્રદાનમાં કૉડશ કોટવાલ અને આવાસદાનમાં શૂકર (ભૂંડ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com