________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૨૬૯ शुद्धिलक्षणाद्भोगो भवति। उपासनात् प्रतिग्रहणादिरूपात सर्वत्र पूजा भवति। मक्तेर्गुणानुरागजनितान्तःश्रद्धाविशेषलक्षणाया: सुन्दररूपं भवति। स्तवनात् श्रुतजलधीत्यादिस्तुतिविधानात् सर्वत्र कीर्तिर्भवति।।११५ ।।
नन्वेवंविधं विशिष्टं फलं स्वल्पं दानं कथं सम्पादयतीत्याशंकाऽपनोदार्थमाह
દાનથી ભોગની સામગ્રી પ્રાપ્ત થાય છે. “ઉપાસના' પ્રતિગ્રહાદિરૂપ ઉપાસનાથી ‘પૂન' સર્વત્ર પૂજા-સન્માન પ્રાપ્ત થાય છે. “ભવન્ત:' ગુણાનુરાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા-વિશેષરૂપ ભક્તિથી ‘સુન્દરપ' સુંદર રૂપ પ્રાપ્ત થાય છે. (ગુણોના અનુરાગથી અંતરંગમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને ભક્તિ કહે છે.) મુનિઓની એવી ભક્તિ કરવાથી સુંદર રૂપ પ્રાપ્ત થાય છે અને “સ્તવનાત્' સ્તવનથી અર્થાત્ “આપ શ્રુતસાગર છો ' ઇત્યાદિ સ્તુતિ કરવાથી “વર્તિ:' સર્વત્ર કીર્તિ (યશ) પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ :- વીતરાગ મુનિરાજને નમસ્કાર કરવાથી ઇન્દ્રપણું આદિ ઉચ્ચગોત્ર, દાન દેવાથી ભોગોપભોગની સામગ્રી, નવધા ભક્તિથી (ઉપાસનાથી) સર્વમાન્ય ઉચ્ચપદ, ભક્તિ (શ્રદ્ધા) થી સુંદર રૂપ અને સ્તુતિ કરવાથી સર્વત્ર કીર્તિ પામે છે.
ઉત્તમ પાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ પાત્રને દાન દેવાથી મધ્યમ ભોગભૂમિ અને જઘન્ય પાત્રને દાન દેવાથી જઘન્ય ભોગભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગભૂમિ મળે છે.
. આત્માનું જ્ઞાન અને આચરણ નહિ હોવાથી જે પરમાર્થશૂન્ય છે એવા અજ્ઞાની છમસ્થ વિપરીત ગુરુ પ્રત્યે સેવા-ભક્તિથી વૈયાવૃત્ય તથા આહારાદિક ક્રિયાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું ફળ નીચ દેવ અને નીચ મનુષ્યપણું છે. * ૧૧૫.
સ્વલ્પ દાન આવા પ્રકારનાં વિશિષ્ટ ફળને કેવી રીતે આપે? એવી આશંકાને દૂર કરવા માટે કહે છે
૧. જુઓ, હિન્દી પ્રવચનસાર પૃષ્ઠ ૩૫૦, તથા ચર્ચાસમાધાન પૃષ્ઠ ૪૮, મોક્ષશાસ્ત્ર પૃષ્ઠ ૬ર૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com