________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ભગવાનશ્રીકુન્દકુન્દ
રત્નકરણ્ડક શ્રાવકાચાર स्वर्गापवर्गसुखसाधकत्वाद्धर्मरूपाणि सिद्ध्यन्तीति।।३।।
માર્ગભૂત (કારણભૂત ) છે. તેથી સમ્યગ્દર્શનાદિ સ્વર્ગ-મોક્ષના સાધક હોવાથી તે ધર્મરૂપ સિદ્ધ થાય છે.
ભાવાર્થ - જિનેન્દ્રદેવે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને (ત્રણેની એક્તાને) ધર્મ અર્થાત્ “મોક્ષમાર્ગ કહ્યો છે, અને તેનાથી વિપરીત મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને સંસારમાર્ગ કહ્યો છે. સમ્યગ્દર્શનાદિરૂપ ધર્મ-રત્નત્રયરૂપ ધર્મ સુખનું કારણ છે અને મિથ્યાદર્શનાદિરૂપ અધર્મ સંસારપરિભ્રમણરૂપ દુઃખનું કારણ છે.
વિશેષ વિપરીત (અન્યથા) અભિનિવેશ (અભિપ્રાય) રહિત જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂણ્વક આત્મામાં સ્થિરતા તે સમ્યક્રચારિત્ર છે.
... શ્રી પ્રવચનસારમાં પણ એ ત્રણેની એકાગ્રતા થતાં જ મોક્ષમાર્ગ કહ્યો છે, માટે એમ જાણવું કે તત્ત્વશ્રદ્ધાન વિના તો રાગાદિ ઘટાડવા છતાં પણ મોક્ષમાર્ગ નથી તથા રાગાદિ ઘટાડયા વિના તત્ત્વશ્રદ્ધાન-જ્ઞાનથી પણ મોક્ષમાર્ગ નથી, પણ એ ત્રણે મળતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે....” ૨
“અજ્ઞાન દશામાં જીવો દુઃખ ભોગવી રહ્યા છે તેનું કારણ તેમને પોતાના સ્વરૂપની ભ્રમણા છે. આ ભ્રમણાને “મિથ્યાદર્શન' અથવા ખોટી માન્યતા કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા હોય ત્યાં પોતાના સ્વરૂપનું જ્ઞાન પણ ખોટું હોય; તે ખોટા જ્ઞાનને “મિથ્યાજ્ઞાન” કહે છે. જ્યાં પોતાના સ્વરૂપની ખોટી માન્યતા અને ખોટું જ્ઞાન હોય ત્યાં ચારિત્ર પણ ખોટું જ હોય; આ ખોટા ચારિત્રને “મિથ્યાચારિત્ર' કહે છે. અનાદિથી જીવોને “મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર' ચાલ્યાં આવે છે; તેથી તેઓ સંસારપરિભ્રમણનાં દુઃખ ભોગવી રહ્યા છે.
૧. સર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમારા મોક્ષશાસ્ત્ર. ૨. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૬. ૩. ગુજરાતી મોક્ષશાસ્ત્ર પૃષ્ઠ ૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com