________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૭૫ साक्षिकां व्यवस्थां कृत्वा दूरदेशं गतौ बहुद्रव्यमुपाय॑ व्याघुट्य कुशलेन पुण्डरीकिण्यामायातै। तत्र जिनदेवो लाभार्धं धनदेवाय न ददाति। स्तोकद्रव्यमौचित्येन ददाति ततो झकटके न्याये च सति स्वजनमहाजनराजाग्रतो निःसाक्षिकव्यवहारबलाज्जिनदेवो वदति न मयाऽस्य लाभार्घ भणितमुचितमेव भणितं। धनदेवश्च सत्यमेव वदति द्वयोरर्धमेव। ततो राजनियमात्तयोर्दिव्यं दत्तं धनदेवः शुद्धो नेतरः। ततः सर्व द्रव्यं धनदेवस्य समर्पितं तथा सर्वैः पूजितः साधुकारितश्चेति द्वितीयाणुव्रतस्य।
चौर्यविरत्यणुव्रताद्वारिषेणेन पूजातिशय: प्राप्तः। अस्य कथा स्थितिकरणगुणव्याख्यानप्रघट्टके कथितेह दृष्टव्येति तृतीयाणुव्रतस्य।।
ततः परं नीली जयश्च । ततस्तेम्यः परं यथा भवत्येवं पूजातिशयं प्राप्तौ। સાક્ષી વિના વ્યવસ્થા કરીને બન્ને દૂર દેશ ગયા. બહુ ધન કમાઈને તેઓ પાછા ફર્યા અને કુશળપૂર્વક પુંડરીકિણી નગરીમાં આવ્યા. તેમાં જિનદેવ ધનદેવને લાભનો અર્થોભાગ આપતો નથી, તે તેને થોડુંક દ્રવ્ય ઉચિત ગણીને આપે છે. તેથી પહેલાં પોતાના કુટુંબ (કુટુંબીજનો) આગળ, પછી મહાજન આગળ અને છેવટે રાજા આગળ ન્યાય કરાવવામાં આવતાં સાક્ષી વિનાનો વ્યવહાર હોવાથી, જિનદેવ કહે છે કે, “મેં એને અર્ધોભાગ આપવાનો કહ્યો નથી, ઉચિત ભાગ જ આપવાનો કહ્યો છે.”
બન્નેને (દરેકને) અર્ધ અધું જ (આપવાનું ઠરાવવામાં આવ્યું છે) –એમ ધનદેવ સાચેસાચું જ કહે છે. (એમ રાજાએ માન્યું)
પછી રાજકીય નિયમાનુસાર તે બન્નેને દિવ્ય ન્યાય આપ્યો. (અર્થાત્ બન્નેની હથેળીમાં સળગતો અંગારો રાખવામાં આવ્યો.) આ દિવ્ય ન્યાયથી ધનદેવ સાચો ઠર્યો પણ બીજો ( જિનદેવ) નહિ. તેથી બધું દ્રવ્ય ધનદેવને આપવામાં આવ્યું અને સર્વ લોકોથી તે પૂજિત બન્યો તથા ધન્યવાદને પ્રાપ્ત થયો.
આ પ્રમાણે દ્વિતીય અણુવ્રતની કથા છે. ૨.
અચૌર્યાણુવ્રતના પ્રભાવે વારિષણ પ્રસિદ્ધિ પામ્યો તેની કથા સ્થિતિકરણગુણના વ્યાખ્યાનમાં કહી છે. તે અહીં પણ જોઈ લેવી.
આ તૃતીય અણુવ્રતની કથા છે. ૩. તે પછી નીલી અને જય અતિશય પૂજા-સત્કાર પામ્યાં. તેમાં બ્રહ્મચર્યાણુવ્રતના
. રતિ પાડ. ૨. ન્યાયચ ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com