________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
૨નકરડક શ્રાવકાચા૨
[ભગવાન શ્રીકુંદકુંદ
तत्राद्यव्रतं व्याख्यातुमाह
અસત્ય વચન બોલે નહિ, પરંતુ હાસ્ય-મશ્કરીમાં કદાચ જૂઠું બોલે તો તેનાથી વ્રતનો ભંગ થતો નથી.
સમાજ કે રાજ્ય તેને ચોર ઠરાવે તેવું ચોરીનું કાર્ય કરે નહિ, કોઈની રસ્તામાં પડેલી ચીજ ઊઠાવે નહિ કે કોઈના આપ્યા સિવાય ચીજ લે નહિ, પરંતુ સર્વના ઉપયોગ માટે જે ચીજો જેમકે માટી, પાણી, હવા વગેરે ખુલ્લી મૂકી હોય તેને આપ્યા વગર લઈ શકે.
તેને વિવાહિત કે અવિવાહિત પરસ્ત્રીનો ત્યાગ હોય છે, પરંતુ પોતાની સ્ત્રીનો ત્યાગ હોતો નથી.
ધન-ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિણામ તેણે આવશ્યકતાનુસાર નક્કી કર્યું હોય છે. નક્કી કરેલી મર્યાદાની બહારની ચીજોનો તેને ત્યાગ હોય છે.
આ રીતે અણુવ્રતીને પાંચે પાપોનો શૂલપણે ત્યાગ હોય છે. (અણુવ્રતનું પાલન કરતાં, તેને રાજ્ય કે સમાજના નીતિ-નિયમોનું સહેજે પાલન થઈ જાય છે, તે રાજ્ય કે સમાજનો કદી ગુન્હેગાર બનતો નથી.)
- ત્રસ જીવોની સંકલ્પી હિંસાનો ત્યાગ તે સ્થૂલ હિંસાનો ત્યાગ છે, જે વચન બોલવાથી અન્ય પ્રાણીનો ઘાત થાય, ધર્મ બગડી જાય, અન્યને અપવાદ લાગે, કલહસંકલેશ-ભયાદિક પ્રગટે, તેવા વચનો ક્રોધાદિવશ ન બોલવાં તે સ્થૂલ અસત્યનો ત્યાગ છે; આપ્યા વિના અન્યનું ધન લોભવશ છલ કરીને ગ્રહણ કરવું નહિ તે સ્થૂલ ચોરીનો ત્યાગ છે; પોતાની વિવાહિત સ્ત્રી સિવાય સમસ્ત અન્યની સ્ત્રીઓમાં કામની અભિલાષાનો ત્યાગ તે સ્થૂલ કામ (મૈથુન) નો ત્યાગ છે; ધન-ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિણામ કરી તેનાથી અધિક પરિગ્રહનો ત્યાગ તે સ્થૂળ પરિગ્રહનો ત્યાગ છે.
આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું ( હિંસાદિ પાંચ પાપ) હિંસા જ છે. અમૃત (જૂઠ) વચનાદિકના ભેદ કેવળ શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહ્યા છે. પર.
તેમાં પ્રથમ વ્રતનું (અહિંસાણુવ્રતનું) વ્યાખ્યાન કરવા માટે કહે છે
પુરુષાર્થસિદ્ધિ-ઉપાય શ્લોક ૪ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com