SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરડક શ્રાવકાચાર ૧૩૫ णादि तयोरपहरणे। अयमर्थ:- दर्शनमोहापहरणे दर्शनलाभः। तिमिरापहरणे सति दर्शनलाभादवाप्तसंज्ञान: भवत्यात्मा। ज्ञानावरणापगमे द्दि ज्ञानमुत्पद्यमानं सद्दर्शनप्रसादात् सम्यग्व्यपदेशं लभते, तथाभूतश्चात्मा चारित्रमोहापगमे चरणं प्रतिपद्यते। किमर्थं ? ' रागद्वेषनिवृत्त्यै ' रागद्वेषनिवृत्तिनिमित्तं ।। ४७।। (અંધકાર) એટલે જ્ઞાનાવરણાદિ–તે બંને દૂર થતાં (સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ). આનો અર્થ એ છે કે-દર્શનમોહ દૂર થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, અને જ્ઞાનાવરણાદિકરૂપ અંધકારનો નાશ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આત્મા સમ્યજ્ઞાની થાય છે. જ્ઞાનાવરણનો અભાવ થતાં (ક્ષયોપશમ થતાં) જે જ્ઞાન ઉત્પન્ન ( પ્રગટ) થાય છે, તે સમ્યગ્દર્શનના પ્રસાદથી સમ્યક નામ પામે છે. ( જ્ઞાન સમ્યજ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત કરે છે, અને આવો આત્મા, ચારિત્રમોહનો નાશ થતાં, ચારિત્ર અંગીકાર કરે છે. શા માટે? “Iષનિવૃત્યે' રાગ-દ્વેષની નિવૃત્તિ માટે (તે ચારિત્ર ગ્રહણ કરે છે. ) ભાવાર્થ :- મિથ્યાત્વરૂપ અંધકાર દૂર થતાં-દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાય વેદનીય (ચારિત્રમોહનીય) નો ઉપશમ. ક્ષયોપશમ કે ક્ષય થતાં, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી જેનું જ્ઞાન સમ્યજ્ઞાન થયું છે તેવો ભવ્ય આત્મા, રાગ-દ્વેષને દૂર કરવા માટે ચારિત્ર અંગીકાર કરે છે. આ શ્લોકમાં આચાર્ય મુખ્ય બે બાબતો દર્શાવી છે- (૧) ચારિત્ર ધારણ કરનારની યોગ્યતા અને (૨) ચારિત્ર ધારણ કરાવાનો ઉદ્દેશ્ય. જ્યારે જીવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે જ તે સમ્યક્રચારિત્ર ધારણ કરવાને પાત્ર બને છે; તે સિવાય તેનું ચારિત્ર મિથ્યાચારિત્ર નામ પામે છે. રાગ-દ્વેષાદિનો અભાવ કરવો તે સમ્યક્રચારિત્ર ધારણ કરવાનો ઉદ્દેશય છે." જેમ જે સમયે અંધકાર નાશ પામે છે તે જ સમયે પ્રકાશ ઉત્પન્ન થાય છે, (અંધકારનો નાશ અને પ્રકાશનો ઉત્પાદ બંને એક જ સમયે હોય છે.) તેમ જે સમયે દર્શનમોહાદિનો અભાવ થાય છે તે જ સમયે સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે અને જે સમયે સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે તે જ સમયે પૂર્વનું મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન બંને સમ્યફરૂપે પરિણમે છે. જેમ મેઘપટલનો અભાવ થતાંની સાથે જ (યુગપ૬) સૂર્યનો પ્રતાપ અને ૧. જુઓ પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય-શ્લોક ૩૭, ૩૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy