________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
'इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामीविरचितोपासकाध्ययनटीकायां
द्वितीयः परिच्छेदः।।२।।
તો તે યાદ રહે, ન રાખે તો ભૂલી જાય, તેમ આને તત્ત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્ત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય, અથવા સંક્ષેપતાથી તત્ત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ-હેતુ-દૃષ્ટાન્તાદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહિ અને તેના અભ્યાસથી રાગાદિક ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું...
:
ર
“શંકા :- દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ ઉપદેશ છે, તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચદશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે પણ નીચલી દશાવાળાઓને તો વ્રત-સંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે.
સમાધાન :- જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય, પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો સ્વ-પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન કરી સમ્યગ્દષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય. એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે તથા ગૌણપણે જેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલાં કોઈ વ્રતાદિકનો ઉપદેશ આપવામાં આવે છે માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે-એમ જાણી નીચલી દશાવાળાઓએ ત્યાંથી પરાગમુખ થવું યોગ્ય નથી. ૪૬.
',૩
૧૩૩
ઇતિ શ્રી સમન્તભદ્રસ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની શ્રી પ્રભાચન્દ્ર વિરચિત ટીકાનો બીજો પરિચ્છેદ પૂર્ણ થયો. ૨.
*
१. प्रशस्तिकेयं ख पुस्तके नास्ति ।
૨. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુજરાતી આવૃત્તિ-પૃષ્ઠ ૨૭૪, વધુ માટે જીઓ પૃષ્ઠ ૨૮૬ થી ૨૮૯, ૨૯૪, ૨૯૫.
૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૯૪, ૨૯૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com