________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ“વોઇ: સનીવીન:' સત્યં શ્રુતજ્ઞાની “વોઇતિ' નાનાતિા ? પ્રથમનુયો વિરું पुनः प्रथमानुयोगशब्देनाभिधीयते इत्याह- ‘चरितं पुराणमपि' एकपुरुषाश्रिता कथा चरितं त्रिषष्टिशलाकापुरुषाश्रिता कथा पुराणं तदुभयमपि प्रथमानुयोगशब्दाभिधेयं। तस्य प्रकल्पितत्वव्यवच्छेदार्थमाख्यानमिति विशेषणं, अर्थस्य परमार्थस्य विषयस्याख्यानं प्रतिपादनं यत्र येन वा तं। तथा 'पुण्यं ' प्रथमानुयोगं हि श्रृण्वतां पुण्यमुत्पद्यते इति पुण्यहेतुत्वात्पुण्यं तदनुयोगं। तथा 'बोधिसमाधिनिधानं' अप्राप्तानां हि सम्यग्दर्शनादीनां प्राप्तिर्बोधिः, प्राप्तानां तु पर्यन्तप्रापणं समाधिः, ध्यानं वा धन॑ शुक्लं च समाधिः तयोर्निधानं। तदनुयोगं हि श्रृण्वतां सद्दर्शनादेः प्राप्त्यादिकं धर्म्यध्यानादिकं च મતિયાા કરૂા.
ટીકા :- “સમીવીન: વોઘ: પ્રથમાનુયોરામ વોઘતિ' સત્ય શ્રુતજ્ઞાન પ્રથમાનુયોગને જાણે છે. વળી પ્રથમાનુયોગ' શબ્દથી શું કહેવામાં આવે છે? તે કહે છે- “વરિત પુરાણમપિ' –એક પુરુષને આશ્રિત કથા તે “ચરિત' અને ત્રેસઠ શલાકા પુરુષોને આશ્રિત કથા તે “પુરાણ” –તે બંનેનેય (ચરિત અને પુરાણને) પ્રથમાનુયોગ શબ્દથી કહેવાય છે. તેના (પ્રથમાનુયોગના) પ્રકલ્પિતપણાના વ્યવચ્છેદ (નાશ) માટે “અર્થોધ્યાનમ' એવું વિશેષણ છે. અર્થનું અર્થાત્ પરમાર્થરૂપ વિષયનું આખ્યાન' એટલે પ્રતિપાદન જેમાં થાય છે અથવા જેનાથી થાય છે એવો (પ્રથમાનુયોગ છે ) તથા “પુખ્યમ્' પ્રથમાનુયોગને સાંભળનારાઓને પુણ્ય ઊપજે છે એવા પુણ્ય-હેતુપણાને લીધે તે અનુયોગ (પ્રથમાનુયોગ) પુણરૂપ છે; તથા “વોઇસમાઘિનિધાન' ખરેખર નહિ પ્રાપ્ત થયેલાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ તે “બોધિ” અને પ્રાપ્ત થયેલાંનું (સમ્યગ્દર્શનાદિનું) અન્ત (પૂર્ણતાએ) પહોંચવું તે સમાધિ' અથવા ધર્મેધ્યાન અને શુક્લધ્યાન-તે સમાધિ. તે બંનેના (બોધિ અને સમાધિના ) નિધાનરૂપ (ખજાનારૂપ) એવા પ્રથમાનુયોગના સાંભળનારાઓને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ આદિ અને ધર્મેધ્યાનાદિક થાય છે.
ભાવાર્થ :- કથા, ચરિત્ર અને પુરાણરૂપ ગ્રંથોને પ્રથમાનુયોગ કહે છે. પરમાર્થના અને તેના સાધક પુરુષોનું જેમાં વર્ણન (કથન) હોય તે આખ્યાન ગ્રંથો છે, જેમાં કોઈ એક પુરુષને આશ્રિત વર્ણન હોય તે ચરિત્ર ગ્રન્થો છે અને જેમાં ત્રેસઠ શલાકા પુરુષોને આશ્રિત વર્ણન હોય તે પુરાણ ગ્રન્થો છે.
૧. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરુષાર્થોનું તથા તેમના સાધક પુરુષોનું કથન તે અર્થાખ્યાન. ૨. ત્રેસઠ શલાકા પુરુષો-૯ નારાયણ, ૯ પ્રતિનારાયણ, ૯ બલભદ્ર, ૧૨ ચક્રવર્તી અને ૨૪ તીર્થકરો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com