SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર કહાનજૈનશાસ્ત્રમાળા ] तस्यविषयभेदाभेदान् प्ररूपयन्नाह प्रथमानुयोगमर्थाख्यानं चरितं पुराणमपि पुण्यम् । बोधिसमाधिनिधानं बोधति बोध: समीचीनः ।। ४३ ॥ જ પ્રયોજન સાધે છે, તેથી તેને સમ્યજ્ઞાન કહેવાતું નથી. એ પ્રમાણે મિથ્યાદષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ. ૧૨૩ પ્રશ્ન :- એ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે? ઉત્ત૨ :- મોહના ઉદયથી જે મિથ્યાત્વભાવ થાય છે-સમ્યભાવ થતો નથી એ જ મિથ્યાજ્ઞાનનું કારણ છે. જેમ વિષના સંયોગથી ભોજનને પણ વિષરૂપ કહેવામાં આવે છે, તેમ મિથ્યાત્વના સંબંધથી જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે જીવને પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વ તથા અપ્રયોજનભૂત અન્ય પદાર્થોને યથાર્થ જાણવાની શક્તિ હોય, પણ ત્યાં જેને મિથ્યાત્વનો ઉદય હોય તે તો અપ્રયોજનભૂત હોય તેને જ વેઠે છે-જાણે છે, પણ પ્રયોજનભૂતને જાણતો નથી. જો તે પ્રયોજનભૂતને જાણે તો સમ્યગ્નાન બની જાય, પણ મિથ્યાત્વનો ઉદય હોવાથી તેમ બની શકતું નથી. માટે ત્યાં પ્રયોજનભૂત-અપ્રયોજનભૂત પદાર્થો જાણવામાં જ્ઞાનાવરણનું નિમિત્ત નથી, પરંતુ મિથ્યાત્વનો ઉદય-અનુદય જ કારણભૂત છે.” ` ૪૨. તેના (સમ્યજ્ઞાનના ) વિષય-ભેદથી પ્રથમાનુયોગરૂપ ભેદનું પ્રરૂપણ કરતાં કહે છેપ્રથમાનુયોગનું સ્વરૂપ શ્લોક ૪૩ અન્વયાર્થ :- [સમીવીન: જોધ: ] સમ્યગ્ગાન છે તે [અર્થાષ્યાનમ્] જેમાં ૫રમાર્થરૂપ વિષયનું વ્યાખ્યાન છે એવા [રિત ] જેમાં કોઈ એક મહાપુરુષના ચરિત્રનું વ્યાખ્યાન આવે છે એવા, [પુરાળમ્ લપિ] જેમાં ત્રેસઠ શલાકાપુરુષોની કથા આવે છે એવા, [ પુછ્યમ્ ] જેને સાંભળવાથી પુણ્ય ઊપજે છે એવા અને [વોધિસમાધિનિધાનમ્] જે બોધિ અને સમાધિ એ બંને વિષયોનું નિધાન છે એવા (અર્થાત્ તેને સાંભળવાથી બોધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે એવા) [પ્રથમાનુયોગમ્] પ્રથમાનુયોગને [વોધતિ ] જાણે છે. ૧. જુઓ, મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ, અધ્યાય ૪, પૃષ્ઠ ૮૮ થી ૯૦. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy