________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૨૧ अतस्तदेवात्र धर्मत्वेनाभिप्रेतं तस्यैव मुख्यतो मूलकारणभूततया स्वर्गापवर्गसाधन- सामर्थ्यसंभवात्।।१।।
સર્વ તત્ત્વોનું પ્રકાશન કરવામાં, સ્યાદ્વાદ (શ્રુતજ્ઞાન) અને કેવળજ્ઞાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષની અપેક્ષાએ જ ભેદ છે, તેનાથી બીજું (જ્ઞાન) અવસ્તુરૂપ છે. તેથી તે જ (ભાવશ્રુતરૂપ સમ્યજ્ઞાન જ) ધર્મ છે-એવો અભિપ્રાય છે; કારણ કે મુખ્યપણે મૂલ કારણ હોવાથી તેનામાં સ્વર્ગ અને મોક્ષના સાધનનું સામર્થ્ય છે.
ભાવાર્થ :- જે વસ્તુના સ્વરૂપને, ન્યૂનતા, અધિકતા, વિપરીતતા અને સંદેહ રહિત, જેમ છે તેમ જાણે છે, તેને ગણધરો યા શ્રુતકેવલીઓ “સમ્યજ્ઞાન કહે છે; અર્થાત્ જે વસ્તુસ્વરૂપને સંશય (સંદેહ), વિપર્યય અને અનધ્યવસાય રહિત જેમ છે તેમ જાણે છે તેને સમ્યજ્ઞાન કહે છે. આ પ્રમાણ-જ્ઞાનનું લક્ષણ છે. નિત્ય-અનિત્યરૂપ, સામાન્યવિશેષરૂપ એવું વસ્તુસ્વરૂપ જેમ છે તેમ જે જ્ઞાન જાણે તેને જ સત્યાર્થજ્ઞાન-પ્રમાણજ્ઞાનસમ્યજ્ઞાન કહે છે."
વિશેષ આ શ્લોકની ટીકામાં સમ્યજ્ઞાનને (૧) ભાવશ્રુતરૂપ જ્ઞાન, (૨) યથાભૂત અને (૩) જીવાદિ સમસ્ત પદાર્થોના સ્વરૂપને કેવળજ્ઞાનવત્ સંપૂર્ણપણે પ્રકાશન કરવાના સામર્થ્યવાનું કહ્યું છે, કારણ કે
(૧) ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા જ્ઞાનીને, અભેદરૂપ ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માનું જ્ઞાન હોવાથી, તે પરથી અત્યંત વિરક્ત હોય છે. તેથી તે જ્ઞાની, કર્મના ઉદયના સ્વભાવને સ્વયં જ છોડી દે છે. (શ્રી સમયસાર ગાથા ૩૧૮ ની ટીકા)
(૨) યથાભૂત-“યાથાત' જે વસ્તુ સ્વરૂપ છે તેમ જાણે તે જ્ઞાન ભાવથુતરૂપ છે.
(૩) કેવળજ્ઞાનવ-ચોથા-પાંચમાગુણસ્થાનવર્તી જીવો પણ સમ્યજ્ઞાની હોવાથી, ૧. સંશય (સંદેહ) – “વિરુદ્ધીને રિસ્પર્શિજ્ઞાન સંશય-“આ પ્રમાણે છે કે આ પ્રમાણે
છે, એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન તેને સંશય કહે છે. વિપર્યય ( વિભ્રમ)' વિપરીતૈોટી નિશ્ચયો વિપર્યય:' -વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક
આમ જ છે” એવું એકરૂપ જ્ઞાન તે વિપર્યય છે. અનધ્યવસાય :- ( વિમોહ) - વિનિત્યાનોવનમાત્રમનધ્યવસાય:' - “કંઈક છે”
એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com