________________
૧૦૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદ
गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान् । अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः ।। ३३ ।।
'निर्मोहो' दर्शनप्रतिबन्धकमोहनीयकर्मरहितः सदृर्शनपरिणत इत्यर्थः इत्थंभूतो ગૃહસ્થો મોક્ષમાર્ગસ્થો ભવતિ ‘અનારો’ યતિ:। પુન: ‘નૈવ' મોક્ષમાર્ગો મતિા किंविशिष्टः? — मोहवान्' दर्शनमोहोपेतः। मिथ्यात्वपरिणत इत्वर्थः। यत एवं ततो गृही ગૃહસ્થો યો નિર્મોહ: સ ‘ શ્રેયાન્ ’ ઉત્કૃષ્ટ:। સ્નાત્? મુને:। થંભૂતાત્?
1
સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટતાનું ઉદાહરણ સહિત બીજું કારણ. શ્લોક ૩૩
અન્વયાર્થ :- [નિોઁહ] દર્શનમોહ રહિત ( સમ્યગ્દષ્ટિ) [ગૃહસ્થ: ] ગૃહસ્થ [ મોક્ષમાર્નસ્થ: ] મોક્ષમાર્ગમાં સ્થિત છે, કિન્તુ [ મોહવાન્] દર્શનમોહસહિત ( મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગી ) [ અનાર: ] મુનિ [ મોક્ષમાર્ગસ્થ: ] મોક્ષમાર્ગમાં સ્થિત [ ન વ ] નથીજ. તેથી [ મોહિત: ] મિથ્યાત્વી ( દ્રવ્યલિંગી ) [ મુક્ત્તિ: ] મુનિ કરતાં [નિર્મોહ: ] મિથ્યાત્વરહિત (સમ્યગ્દષ્ટિ ) [ ગૃહી ] ગૃહસ્થ [ શ્રેયાન્] શ્રેષ્ઠ છે.
ટીકા :- ‘નિર્મોહો' દર્શનના (સમ્યગ્દર્શનના) પ્રતિબંધક મોહનીય કર્મથી રહિત, સમ્યગ્દર્શનરૂપ પરિણત એવો ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પરંતુ ‘અનારો' તિ ( મુનિ ) પણ ‘નૈવ ' મોક્ષમાર્ગમાં સ્થિત નથી જ. કેવો મુનિ? ‘મોહવાન્' દર્શનમોહ યુક્ત-મિથ્યાત્વરૂપ પરિણત એવો. તેથી જે ગૃહસ્થ નિર્મોહ (દર્શનમોહ રહિત છે તે ‘શ્રેયાન્' ઉત્કૃષ્ટ છે. કોનાથી ? મુનિથી. કેવા (મુનિથી ) ? ‘મોહિનો' દર્શનમોહ સહિત ( મુનિથી ).
-
ભાવાર્થ :- દર્શનમોહ વિનાનો-અર્થાત્ સમ્યક્ત્વ સહિત ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં છે, મોક્ષ તરફ જઈ રહયો છે, પણ મોહવાન (મિથ્યાદષ્ટિ) અણગાર (મુનિ ) મોક્ષમાર્ગી નથી, તે તો સંસારના માર્ગે જઈ રહ્યો છે.
જેને મોહ અર્થાત્ મિથ્યાત્વ નથી એવો અસંયત સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગી છે કારણ કે સાત-આઠ દેવ-મનુષ્યના ભવ ગ્રહણ કરી નિયમથી તે મોક્ષ જશે, પણ મુનિવ્રતધારી મિથ્યાવ્રતધારી મિથ્યાદષ્ટિ સાધુ થયો છે તોપણ મરીને ભવનત્રયાદિકમાં ઉપજી સંસારમાં જ પરિભ્રમણ કરશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com