________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર हेतुत्वेन चावस्थानं, वृद्धिरुत्पन्नस्य परतर उत्कृर्षः फलोदयो देवादिपुजायाः स्वर्गापवर्गोदेश्च फलस्योत्पत्तिः। कस्याभावे कस्येद ते न स्युरित्याह-बीजाभावे तरोरिव बीजस्य भूलकारणस्याभावे यथा तरोस्ते न सन्ति सम्यक्त्वस्यापि भूलकारणઅવસ્થાન-ટકવું તે, વૃદ્ધિ અર્થાત્ ઉત્પન્ન થયેલાનો અધિકતર ઉત્કર્ષ, ફળની ઉત્પત્તિ અર્થાત દેવાદિની પૂજા દ્વારા સ્વર્ગ-મોક્ષાદિરૂપ ફળની ઉત્પત્તિ, કોના અભાવમાં, કોની જેમ તે ન હોઈ શકે ? તે કહે છે.
વીનમાવે તોરિવ' બીજના-મૂળકારણના અભાવમાં જેમ વૃક્ષનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોદય) હોતાં નથી, તેમ મૂળ કારણભૂત સમ્યકત્વના અભાવમાં પણ સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનાં તે (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળની પ્રાપ્તિ) હોતાં નથી.
ભાવાર્થ :- જેમ મૂળ કારણ બીજ વિના વૃક્ષની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફ્લોત્પત્તિ હોતી નથી, તેમ મોક્ષમાર્ગમાં મૂળકારણ સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ (અર્થાત્ પદાર્થનું યથાર્થ જ્ઞાન અને કર્મનિર્જરા આદિનું કારણપણું ), વૃદ્ધિ અને ફલોત્પત્તિ (અર્થાત્ દેવોની પૂજ્યતાથી સ્વર્ગ-મોક્ષાદિની પ્રાપ્તિ ) હોઈ શકતાં નથી. સમ્યગ્દર્શનથી જ જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પામે છે, તેથી તે ત્રણેમાં સમ્યગ્દર્શન જ ઉત્કૃષ્ટ છે, સૌથી ઉત્તમ છે.
વિશેષ મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા સંબંધી શ્રી અમૃતચંદ્રાચાર્ય “શ્રી પુરુષાર્થસિદ્ધિઉપાય” માં કહ્યું છે કે
એ ત્રણેમાં (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં) પ્રથમ સધળા પ્રયત્નથી સમ્યગ્દર્શનનો સારી રીતે આશ્રય કરવો જોઈએ (તેનો અંગીકાર કરવો જોઈએ), કારણ કે તે હોતાં જ જ્ઞાન સમ્યજ્ઞાન અને ચારિત્ર સમ્યક્યારિત્ર થાય છે.”
સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી, અંતિમ રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યકત્વ સહિત જે કાંઈ પણ જાણપણું હોય તે બધું સમ્યજ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્યક્રચારિત્ર
१
तत्रादौ सम्यक्त्वं समुद्राश्रवणीयमखिलयत्नेन। તસ્મિન્ સત્યેવ યતો ભવત્તિ જ્ઞાન વારિત્ર વારિ II (પુરુષાર્થસિદ્ધિ-ઉપાય પૃષ્ઠક ૨૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com