SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન [ ૫૯ इन्द्रियबलायुरुच्छ्वासलक्षणा हि प्राणाः । तेषु चित्सामान्यान्वयिनो भावप्राणाः, पुद्गलसामान्यान्वयिनो द्रव्यप्राणाः । तेषामुभयेषामपि त्रिष्वपि कालेष्वनवच्छिन्नसंतानत्वेन धारणात्संसारिणो जीवत्वम् । मुक्तस्य तु केवलानामेव भावप्राणानां धारणात्तदवसेयमिति।। ૩૦૦ अगुरुलहुगा अणंता तेहिं अनंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ।। ३१ ।। केचित्तु अणावण्णा मिच्छादंसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ।। ३२ ।। अगुरुलघुका अनंतास्तैरनंतैः परिणताः सर्वे । देशैरसंख्याताः स्याल्लोकं सर्वमापन्नाः ।। ३१ ।। केचित्तु अनापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः । वियुताश्च तैर्बहवः सिद्धाः संसारिणो जीवाः ।। ३२ ।। પ્રાણો ઇંદ્રિય, બળ, આયુ અને ઉચ્છવાસસ્વરૂપ છે. તેમનામાં ( પ્રાણોમાં ), *ચિત્સામાન્યરૂપ અન્વયવાળા તે ભાવપ્રાણો છે અને પુદ્દગલસામાન્યરૂપ અન્વયવાળા તે દ્રવ્યપ્રાણો છે. તે બન્ને પ્રાણોને ત્રણે કાળે અચ્છિન્ન-સંતાનપણે ( અતૂટ ધારાએ ) ધારતો હોવાથી સંસારીને જીવત્વ છે. મુક્તને (સિદ્ધને ) તો કેવળ ભાવપ્રાણોનું જ ધારણ હોવાથી જીવત્વ છે એમ સમજવું. ૩૦. જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે; સૌના પ્રદેશ અસંખ્ય; કતિષય લોકવ્યાપી હોય છે; ૩૧. અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા; મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨. અન્વયાર્થ:- [અનંતા: અમુરુતપુજા: ] અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, * જે પ્રાણોમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણો છે અર્થાત્ જે પ્રાણોમાં સદા ‘ચિત્સામાન્ય, ચિત્સામાન્ય, ચિત્સામાન્ય' એવી એકરૂપતા-સદશતા હોય છે તે ભાવપ્રાણો છે. (જે પ્રાણોમાં સદા ‘પુદ્દગલસામાન્ય, પુદ્દગલસામાન્ય, પુદ્ગલસામાન્ય' એવી એકરૂપતા-સદશતા હોય છે તે દ્રવ્યપ્રાણો છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy