________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ પ૭
इदं सिद्धस्य निरुपाधिज्ञानदर्शनसुखसमर्थनम्।
आत्मा हि ज्ञानदर्शनसुखस्वभाव: संसारावस्थायामनादिकर्मक्लेशसंकोचितात्मशक्तिः परद्रव्यसंपर्केण क्रमेण किंचित् किंचिज्जानाति पश्यति, परप्रत्ययं मूर्तसंबद्धं सव्याबाधं सांतं सुखमनुभवति च। यदा त्वस्य कर्मक्लेशा: सामस्त्येन प्रणश्यन्ति, तदाऽनर्गलासंकुचितात्मशक्तिरसहायः स्वयमेव युगपत्समग्रं जानाति पश्यति, स्वप्रत्ययममूर्तसंबद्धमव्याबाधमनंतं सुख मनुभवति च। ततः सिद्धस्य समस्तं स्वयमेव जानतः पश्यतः, सुखमनुभवतश्च स्वं, न પરે યોગનમિતા. ૨૧
[ સ્વવન્] સ્વકીય [મૂર્ત ] અમૂર્ત [ સાવધ{] અવ્યાબાધ [ અનંતમૂ ] અનંત [ સુવર્] સુખને [પ્રાપ્નોતિ] ઉપલબ્ધ કરે છે.
ટીકાઃ- આ, સિદ્ધના નિરુપાધિ જ્ઞાન, દર્શન અને સુખનું સમર્થન છે.
ખરેખર જ્ઞાન, દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસારઅવસ્થામાં, અનાદિ કર્મકલેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી, પરદ્રવ્યના સંપર્ક વડ (-ઇંદ્રિયાદિના સંબંધ વડે) ક્રમથી કાંઈક કાંઈક જાણે છે અને દેખે છે તથા પરાશ્રિત, મૂર્ત (ઇઢિયાદિ) સાથે સંબંધવાળું, સવ્યાબાધ (–બાધા સહિત) ને સાન્ત સુખ અનુભવે છે; પરંતુ
જ્યારે તેને કર્મકલેશો સમસ્તપણે વિનાશ પામે છે ત્યારે, આત્મશક્તિ અનર્ગલ (-નિરંકુશ) અને અસંકુચિત હોવાથી, તે અસહાયપણે (-કોઈની સહાય વિના) સ્વયમેવ યુગપદ્ બધું (–સર્વ દ્રવ્યક્ષેત્રકાળભાવી જાણે છે અને દેખે છે તથા સ્વાશ્રિત, મૂર્ત (ઇંદ્રિયાદિ) સાથે સંબંધ વિનાનું, અવ્યાબાધ ને અનંત સુખ અનુભવે છે. માટે બધું સ્વયમેવ જાણનારા અને દેખનારા તથા સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધને પરથી (કાંઈ ) પ્રયોજન નથી.
ભાવાર્થ:- સિદ્ધભગવાન (તેમ જ કેવળીભગવાન) સ્વયમેવ સર્વજ્ઞત્વાદિરૂપે પરિણમે છે; તેમના એ પરિણમનમાં લેશમાત્ર પણ (ઇઢિયાદિ) પરનું આલંબન નથી.
અહીં કોઈ સર્વજ્ઞનો નિષેધ કરનાર જીવ કહે કે “સર્વજ્ઞ છે જ નહિ, કારણ કે જોવામાં આવતા નથી, તો તેને નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે:
હે ભાઈ ! જો તમે કહો છો કે “સર્વજ્ઞ નથી,” તો અમે પૂછીએ છીએ કે જ્યાં સર્વજ્ઞ નથી ? આ ક્ષેત્રમાં અને આ કાળમાં કે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં? જો “આ ક્ષેત્રમાં અને આ કાળમાં સર્વજ્ઞ નથી” એમ કહો, તો તે તો સંમત જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com