________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૪૩
द्रव्यं हि सर्वदाऽविनष्टानुत्पन्नमाम्नतम् ततो जीवद्रव्यस्य द्रव्यरूपेण नित्यत्वमुपन्यस्तम् तस्यैव देवादिपर्यायरूपेण प्रादुर्भवतो भावकर्तृत्वमुक्तं; तस्यैव च मनुष्यादिपर्यायरूपेण व्ययतोऽभावकर्तृत्वमाख्यातं; तस्यैव च सतो देवादिपर्यायस्योच्छेदमारभमाणस्य भावाभावकर्तृत्वमुदितं;
तस्यैव
વાત: पुनर्मनुष्यादिपर्यायस्योत्पादमारभमाणस्याभावभावकर्तृत्वमभिहितम् सर्वमिदमनवा द्रव्यपर्यायाणामन्यतरगुणमुख्यत्वेन व्याख्यानात् तथा हि-यदा जीवः पर्याय-गुणत्वेन द्रव्यमुख्यत्वेन विवक्ष्यते तदा नोत्पद्यते, न विनश्यति, न च क्रमवृत्त्यावर्तमानत्वात् सत्यपर्यायजातमुच्छिनत्ति, नासदुत्पादयति यदा तु द्रव्यगुणत्वेन पर्यायमुख्यत्वेन विवक्ष्यते तदा प्रादुर्भवति, विनश्यति, सत्पर्यायजातमतिवाहितस्वकालमुच्छिनत्ति, असदुपस्थित
દ્રવ્ય ખરેખર સર્વદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે; તેથી જીવદ્રવ્યને દ્રવ્યરૂપે નિત્યપણું કહેવામાં આવ્યું. (૧) દેવાદિપર્યાયરૂપે ઊપજતું હોવાથી તેને જ (-જીવદ્રવ્યને જ) ભાવનું (–ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૨) મનુષ્યાદિપર્યાયરૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું (-વ્યયનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૩) સત્ (વિદ્યમાન) દેવાદિપર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવાભાવનું (-સના વિનાશનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; અને (૪) ફરીને અસત્ (-અવિધમાન) મનુષ્યાદિપર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ અભાવભાવનું (-અસના ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે.
–આ બધું નિરવધ (નિર્દોષ, નિબંધ, અવિરુદ્ધ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે :
જ્યારે જીવ પર્યાયની ગૌણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજતો નથી, (૨) વિનાશ પામતો નથી, (૩) ક્રમવૃત્તિએ નહિ વર્તતો હોવાથી સત્ (-વિધમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરતો નથી અને (૪) અને (-અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરતો નથી, અને જ્યારે જીવ દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજે છે, (૨) વિનાશ પામે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ (-વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે ( –આવી પહોંચ્યો છે) એવા અસને (-અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com