________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः। सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ।। १६ ।।
अत्र भावगुणपर्यायाः प्रज्ञापिताः।
भावा हि जीवादयः षट् पदार्थाः। तेषां गुणाः पर्यायाश्च प्रसिद्धाः। तथापि जीवस्य वक्ष्यमाणोदाहरणप्रसिद्ध्यथर्मभिधीयन्ते। गुणा हि जीवस्य ज्ञानानुभूतिलक्षणा शुद्धचेतना, कार्यानुभूतिलक्षणा कर्मफलानुभूतिलक्षणा चाशुद्धचेतना, चैतन्यानुविधायिपरिणामलक्षणः सविकल्पनिर्विकल्परूपः शुद्धाशुद्धतया सकलविकलतां
અન્વયાર્થઃ- [ નીવાલા: ] જીવાદિ (દ્રવ્યો) તે [માવી:] “ભાવો” છે. [ નીવIST:] જીવના ગુણો [ ચેતના ૨ ઉપયોT:] ચેતના તથા ઉપયોગ છે [૨] અને [ નીવસ્ય પર્યાયા:] જીવના પર્યાયો [સુરનરનારઋતિર્યગ્ન:] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચરૂપ [ વાવ:] ઘણા છે.
ટીકા- અહીં ભાવો (દ્રવ્યો), ગુણો અને પર્યાયો જણાવ્યા છે.
જીવાદિ છ પદાર્થો તે “ભાવો” છે. તેમના ગુણો અને પર્યાયો પ્રસિદ્ધ છે, તોપણ આગળ (હવેની ગાથામાં) જે ઉદાહરણ કહેવાનું છે તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવે છે:
જીવના ગુણો જ્ઞાનાનુભૂતિસ્વરૂપ શુદ્ધચેતના તથા કાર્યાનુભૂતિસ્વરૂપ ને કર્મફળાનુભૂતિસ્વરૂપ અશુદ્ધચેતના છે અને ચૈતન્યાનુવિધાયી-પરિણામસ્વરૂપ, સવિકલ્પનિર્વિકલ્પરૂપ, શુદ્ધતાઅશુદ્ધતાને લીધે સકળતા-નિકળતા ધરતો, બે પ્રકારનો ઉપયોગ
૧. હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે, માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ (જાણીતું )
કરવા માટે અહીં જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે. ૨. શુદ્ધચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે અને અશુદ્ધચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિસ્વરૂપ
છે. ૩. ચૈતન્ય-અનુવિધાયી પરિણામ અર્થાત ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનોપયોગના ભેદોમાંથી માત્ર
જ શુદ્ધ હોવાથી સકળ (અખંડ, પરિપૂર્ણ) છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ (ખંડિત, અપૂર્ણ) છે; દર્શનોપયોગના ભેદોમાંથી માત્ર કેવળદર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com