________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ] .
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्थितायाः। प्रतिनियतैकरूपाभिरेव सत्ताभिः प्रतिनियतैकरूपत्वं वस्तूनां भवतीत्येकरूपत्वं सविश्वरूपायाः प्रतिपर्यायनियताभिरेव सत्ताभिः प्रतिनियतैकपर्यायाणामानन्त्यं भवतीत्येकपर्याय-त्वमनन्तपर्यायायाः।
રૂતિ
सर्वमनवयं सामान्यविशेषप्ररूपणप्रवणनयद्वयायत्तत्वात्तद्देशनायाः।।८।।
એકપદાર્થસ્થિત' પણ છે.) (૫) પ્રતિનિશ્ચિત એક એક રૂપવાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે તેથી વિશ્વરૂપ( સત્તા)ને એકરૂપપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “સવિશ્વરૂપ' છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “એકરૂપ' પણ છે). (૬) પ્રત્યેક પર્યાયમાં રહેલી (વ્યકિતગત ભિન્નભિન્ન) સત્તાઓ વડે જ પ્રતિનિશ્વિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે તેથી અનંતપર્યાયમય(સત્તા)ને એકપર્યાયમયપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “અનંતપર્યાયમય' છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી એકપર્યાયમય” પણ છે ).
આ રીતે બધું નિરવ છે (અર્થાત્ ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિબંધ છે, કિંચિત વિરોધવાળું નથી, કારણ કે તેનું (-સત્તાના સ્વરૂપનું) કથન સામાન્ય અને વિશેષના પ્રરૂપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે.
ભાવાર્થ- સામાન્યવિશેષાત્મક સત્તાનાં બે પડખાં છે. એક પડખું તે મહાસત્તા અને બીજાં પડખું તે અવાન્તરસત્તા. (૧) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે; તેથી જો મહાસત્તાને “સત્તા’ કહીએ તો અવાન્તરસત્તાને “અસત્તા” કહેવાય. (૨) મહાસત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવા ત્રણ લક્ષણવાળી છે તેથી તે ‘ત્રિલક્ષણા' છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ છે, નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ એક લક્ષણ છે તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી હોવાથી “અત્રિલક્ષણા” છે. (૩) મહાસત્તા સમસ્ત પદાર્થસમૂહમાં “સત, સંત, સત્” એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની
સ્વરૂપસત્તા બીજી કોઈ વસ્તુની સ્વરૂપસત્તા નથી, તેથી જેટલી વસ્તુઓ તેટલી સ્વરૂપ સત્તાઓ; માટે આવી સ્વરૂપ સત્તાઓ અથવા અવાન્તરસત્તાઓ અનેક” છે. (૪) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા “સર્વ પદાર્થોમાં રહેલી” છે. વ્યકિતગત પદાર્થોમાં રહેલી ભિન્નભિન્ન વ્યકિતગત સત્તાઓ વડે જ પદાર્થોનું ભિન્નભિન્ન નિશ્ચિત વ્યકિતત્વ રહી શકે, તેથી તે તે પદાર્થની અવાન્તરસત્તા તે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com