________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
सत्ता सर्वपदार्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादध्रौव्यात्मिका सप्रतिपक्षा मवत्येका ।। ८ ।।
[ ૧૯
अत्रास्तित्वस्वरूपमुक्तम्।
अस्तित्वं हि सत्ता नाम सतो भावः सत्त्वम् । न सर्वथा नित्यतया सर्वथा क्षणिकतया वा विद्यमानमात्रं वस्तु। सर्वथा नित्यस्य वस्तुनस्तत्त्वतः क्रमभुवां भावानामभावात्कुतो विकारवत्त्वम्। सर्वथा क्षणिकस्य च तत्त्वतः प्रत्यभिज्ञानाभावात् कुत एकसंतानत्वम्। ततः प्रत्यभिज्ञानहेतुभूतेन केनचित्स्वरूपेण ध्रौव्यमालम्ब्यमानं काभ्यांचित्क्रमप्रवृत्ताभ्यां स्वरूपाभ्यां प्रलीयमानमुपजायमानं चैककालमेव परमार्थतस्त्रितयीमवस्थां बिभ्राणं वस्तु सदवबोध्यम्। अत एव सत्ताप्युत्पादव्ययध्रौव्यात्मिकाऽवबोद्धव्या, भावभाववतोः कथंचिदेकस्वरूपत्वात्। सा च त्रिलक्षणस्य
અન્વયાર્થ:- [સત્તા] સત્તા [મોત્તાવધ્રૌવ્યાત્મિા] ઉત્પાદવ્યયૌવ્યાત્મક, [ī] એક,[ સર્વપવાí ] સર્વપદાર્થસ્થિત, [ સવિશ્વરૂપા ] સવિશ્વરૂપ, [ અનન્તપર્યાયા] અનંતપર્યાયમય અને [ સપ્રતિપક્ષા ] સંપ્રતિપક્ષ [મવૃત્તિ ] છે.
ટીકા:- અહીં અસ્તિત્વનું સ્વરૂપ કહ્યું છે.
અસ્તિત્વ એટલે સત્તા નામનો સત્નો ભાવ અર્થાત `સત્ત્વ.
વિધમાનમાત્ર વસ્તુ નથી સર્વથા નિત્યપણે હોતી કે નથી સર્વથા ક્ષણિકપણે હોતી. સર્વથા નિત્ય વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર (−ફેરફાર, પરિણામ ) કયાંથી થાય ? અને સર્વથા ક્ષણિક વસ્તુને વિષે ખરેખર `પ્રત્યભિજ્ઞાનનો અભાવ થવાથી એકપ્રવાહપણું કયાંથી રહે? માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ઊપજતી એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રેવડી ( ત્રણ અંશવાળી ) અવસ્થાને ધરતી વસ્તુ સત્ જાણવી. તેથી જ ‘સત્તા' પણ ‘ ઉત્પાદવ્યયૌવ્યાત્મક (ત્રિલક્ષણા ) જાણવી, કારણ કે ભાવ અને ભાવવાનનું ચિત્ એક સ્વરૂપ હોય છે. વળી તે (સત્તા ) ‘એક’ છે, કારણ કે તે ત્રિલક્ષણવાળા સમસ્ત વસ્તુવિસ્તારનું સાદશ્ય સૂચવે
૧. સત્ત્વ=સત્પણું; હયાતપણું; વિધમાનપણું; હયાતનો ભાવ; ‘છે’ એવો ભાવ.
૨. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો ‘જે પૂર્વે જોવામાં (–જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે' એવું જ્ઞાન ન થઈ શકે.
૩. સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com