________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહું
| [ ભગવાનશ્રીકુંદકુંદ
अथ सूत्रावतार :
ईदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं। अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ।।१।।
ईन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमुधरविशदवाक्येभ्यः। अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ।।१।।
अथात्र 'नमो जिनेभ्यः' इत्यनेन जिनभावनमस्काररूपमसाधारणं शास्त्रस्यादौ मङ्गलमुपात्तम्। अनादिना संतानेन प्रवर्त्तमाना अनादिनैव संतानेन प्रवर्त्तमानैरिन्द्राणां शतैर्वन्दिता ये इत्यनेन सर्वदैव देवधिदेवत्वात्तेषामेवासाधारणनमस्कारार्हत्वमुक्तम्।
હવે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવવિરચિત ) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
શત-ઇંદ્રવંદિત, ત્રિજગહિતનિર્મળ-મધુર વદનારને, નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
અન્વયાર્થ- [ રુન્દ્રશતવન્દિતેભ્યઃ] સો ઈદ્રોથી જે વંદિત છે, [ ત્રિભુવનહિતમધુરવિશવાયેગ્ય:] ત્રણ લોકોને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, [ સત્તાતીતામ્ય:] (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને [ નિતનવેમ્ય:] ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, [નિમ્ય:] તે જિનોને [ નમ:] નમસ્કાર હો.
ટીકા:- અહીં ( આ ગાથામાં) “જિનોને નમસ્કાર હો' એમ કહીને શાસ્ત્રના આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ મંગળ કહ્યું. “જેઓ અનાદિ પ્રવાહથી પ્રવર્તતા (-ચાલ્યા આવતા) થકા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા (-ચાલ્યા આવતા) સો સો ઈદ્રોથી વંદિત છે.' એમ કહીને સદાય દેવાધિદેવપણાને લીધે તેઓ જ (જિનો જ) અસાધારણ નમસ્કારને યોગ્ય છે એમ કહ્યું. “જેમની
૧. મળને અર્થાત પાપને ગાળે-નષ્ટ કરે તે મંગળ છે, અથવા સુખને પ્રાપ્ત કરેલાવે તે મંગળ છે. ૨. ભવનવાસી દેવોના ૪૦ ઈદ્રો, વ્યંતર દેવોના ૩ર, કલ્પવાસી દેવોના ૨૪, જ્યોતિષ્ક દેવોના ૨,
મનુષ્યોનો ૧ અને તિર્યંચોના ૧- એમ કુલ ૧OO ઈદ્રો અનાદિ પ્રવાહરૂપે ચાલ્યા આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com