SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ ૨૪૩ इव न्याय्यपथप्रवर्तनाय प्रयुक्तप्रचण्डदण्डनीतयः, पुनः पुनः दोषानुसारेण दत्तप्रायश्चित्ताः सन्ततोद्यताः सन्तोऽथ तस्यैवात्मनो भिन्नविषयश्रद्धानज्ञानचारित्रैरधिरोप्यमाणसंस्कारस्य भिन्नसाध्य-साधनभावस्य । रजकशिलातलस्फाल्यमानविमलसलिलाप्लुतविहितोषपरिष्वङ्गमलिनवासस मनाङ्मनाग्विशुद्धिमधिगम्य निश्चयनयस्य भिन्नसाध्यसाधनभावाभावाद्दर्शनज्ञानचारित्रसमाहितत्व-रूपे विश्रान्तसकलक्रियाकाण्डाडम्बरनिस्तरङ्गपरमचैतन्यशालिनि निर्भरानन्दमालिनि भगवत्यात्मनि विश्रान्तिमासूत्रयन्तः क्रमेण समुपजात પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે; ફરી ફરીને (પોતાના આત્માને) દોષાનુસાર પ્રાયશ્ચિત્ત દેતા થકા તેઓ સતત ઉધમવંત વર્તે છે; વળી, ભિન્નવિષયવાળાં શ્રદ્ધાનજ્ઞાન-ચારિત્ર વડ (-આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદરત્નત્રય વડ) જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એવા ભિન્નસાધ્યસાધનભાવવાળા પોતાના આત્માને વિષે-ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર (સાબુ ) લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક-થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને, તે જ પોતાના આત્માને નિશ્ચયનયે ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે, દર્શનશાનચારિત્રનું સમાહિતપણું (અભેદપણું) જેનું રૂપ છે, સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે (અભાવને લીધે) જે નિસ્તરંગ પરમચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા (અર્થાત્ દર્શનજ્ઞાનચારિત્રના ઐકયસ્વરૂપ, નિર્વિકલ્પ પરમચૈતન્યશાળી તથા ભરપૂર-આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર ૧. વ્યવહાર-શ્રદ્ધાનજ્ઞાનચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે; કારણ કે વ્યવહારશ્રદ્ધાનનો વિષય નવા પદાર્થો છે, વ્યવહારજ્ઞાનનો વિષય અંગ-પૂર્વ છે અને વ્યવહારચારિત્રનો વિષય આચારાદિસૂત્રકથિત મુનિ-આચારો છે. ૨. જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી રીતે પ્રાપદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્નત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે પરમાર્થ એમ છે કે તે ભેદરત્નત્રયવાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય છે તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો, શુદ્ધાત્મસ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું તે તો માત્ર ઉપચારકથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિતસાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભભાવોમાં આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (–શુદ્ધાત્મસ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ કર્યું હોય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy