SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] પંચાસ્તિકાયસંગ્ર [ ભગવાન શ્રીકુંદકુંદ न पुनरन्यथा। व्यवहारनयेन भिन्नसाध्यसाधनभावमवलम्ब्यानादिभेदवासितबुद्धयः सुखेनैवावतर-न्ति तीर्थं प्राथमिकाः। तथा हीदं श्रद्धेयमिदमश्रद्धेयमयं श्रद्धातेदं श्रद्धानमिदं ज्ञेयमिदमज्ञेयमयं ज्ञातेदं ज्ञानमिदं चरणीयमिदमचरणीयमयं चरितेदं चरणमिति कर्तव्याकर्तव्यकर्तृकर्मविभा-गावलोकनोल्लसितपेशलोत्साहाः शनैःशनैर्मोहमल्लमुन्मूलयन्तः, कदाचिदज्ञानान्मदप्रमादतन्त्रतया शिथिलितात्माधिकारस्यात्मनो સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી નથી). (ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છે:-) અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારનયે "ભિન્નસાધ્યસાધનભાવને અવલંબીને સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે (અર્થાત સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે). જેમ કે: “(૧) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય) છે, (૨) આ અશ્રદ્ધેય છે, (૩) આ શ્રદ્ધનાર છે અને (૪) આ શ્રદ્ધાન છે; (૧) આ શેય (જાણવાયોગ્ય) છે, (૨) આ અજ્ઞય છે, (૩) આ જ્ઞાતા છે અને (૪) આ જ્ઞાન છે (૧) આ આચરણીય (આચરવાયોગ્ય) છે, (૨) આ અનાચરણીય છે, (૩) આ આચરનાર છે અને (૪) આ આચરણ છે; –એમ (૧) કર્તવ્ય (કરવાયોગ્ય), (૨) અકર્તવ્ય, (૩) કર્તા અને (૪) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને તીક્ષ્ણ ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિને) ઉખેડતા જાય છે; કદાચિત્ અજ્ઞાનને લીધે (સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મઅધિકાર (આત્માને વિષે અધિકાર) શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં ૧. મોક્ષમાર્ગપ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં, સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા છે અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ ) ભેદરત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) ૨. સુખે કરીને = સુગમપણે સહજપણે; કઠિનતા વિના. [ જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધાનાદિ કરેલ છે એવા સમ્યજ્ઞાની જીવોને તીર્થસેવનની પ્રાથમિક દશામાં (– મોક્ષમાર્ગસેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાનજ્ઞાનચારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પો (ભેદરત્નત્રય) હોય છે, કારણ કે અનાદિ કાળથી જીવોને જે ભેદવાસનાથી વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy