SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાન શ્રી કુંદકુંદयः खलु मौक्षार्थमुद्यतमनाः समुपार्जिताचिन्त्यसंयमतपोभारोऽप्यसंभावितपरमवैराग्यभूमिकाधिरोहणसमर्थप्रभुशक्ति: पिञ्जनलग्नतूलन्यासन्यायेन नवपदाथैः सहार्हदादिरुचिरूपां पर-समयप्रवृत्तिं परित्यक्तुं नोत्सहते, स खलु न नाम साक्षान् मोक्षं लभते किन्तु सुरलोकादिक्लेशप्राप्तिरूपया परम्परया तमवाप्नोति।। १७०।। अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण। जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियदि।। १७१।। જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉધમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમતપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, “પીંજણને ચોટેલ રૂ”ના ન્યાયે, નવ પદાર્થો તથા અર્વતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે તેને પ્રાપ્ત કરે છે. ૧૭૦. જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે, સંયમ પરમ સહુ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧. મોક્ષપ્રાપ્તિના હેતુભૂત કહેવામાં આવ્યા છે. આ કથન આરોપથી (ઉપચારથી) કરવામાં આવ્યું છે એમ સમજવું. [ આવો કથંચિત મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ-આદિરૂપ શુભ ભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બિલકુલ પ્રગટયો જ નથી–વિધમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?] ૧. પ્રભુશક્તિ = પ્રબળ શક્તિ; ઉગ્ર શક્તિ; પુષ્કળ શક્તિ. [ જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત શુદ્ધાત્મભાવનાને અનુકૂળ, જીવાદિપદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઈ રામચંદ્રાદિ પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે છે અને તેમને દાન આપે છે તેમ ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર-રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત ગૃહસ્થ-અવસ્થામાં ભેદભેદરત્નત્રયપરિણત આચાર્ય-ઉપાધ્યાય-સાધુનાં પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે છે-ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પસમાધિવિધાન વડ વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા નિજશુદ્ધાત્મામાં સ્થિર થઈને (મોક્ષની પ્રાપ્ત કરે છે. ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy