________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૩૭ पारमार्थिकी सिद्धभक्तिमनुबिभ्राणः प्रसिद्धस्वसमयप्रवृत्तिर्भवति। तेन कारणेन स एव नि:शेषितकर्मबन्धः सिद्धिमवाप्नोतीति।।१६९।।
सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स। दूरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स।।१७०।।
सपदार्थं तीर्थकरमभिगतबुद्धेः सूत्ररोचिनः।
दूरतरं निर्वाणं संयमतपःसम्प्रयुक्तस्य।। १७०।। अर्हदादिभक्तिरूपपरसमयप्रवृत्तेः साक्षान्मोक्षहेतुत्वाभावेऽपि मोक्षहेतुत्वसद्भाव-द्योतनमेतत्।
परम्परया
થકો સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો હોય છે. તે કારણથી તે જ જીવ કર્મબંધનો નિઃશેષ નાશ કરી સિદ્ધિને પામે છે. ૧૬૯.
સંયમ તથા તાયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૭૦.
અન્વયાર્થઃ- [ સંયમતા:સપ્રયુ9ચ] સંયમનપસંયુક્ત હોવા છતાં, [ સપાર્થ તીર્થરમ] નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે [મિતિવુદ્દે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને [ સૂત્રરોનિઃ ] સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને [ નિર્વાણ ] નિર્વાણ [ટૂરતરમ્ ] દૂરતર (વિશેષ દૂર) છે.
ટીકા:- અહીં, અતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.
૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે એવો. [ જે જીવ રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ.] ૨. ખરેખર તો એમ છે કે-જ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે છે
તે તો માત્ર દેવલોકાદિના કલેશની પરંપરાનો જ હેતુ છે અને સાથે સાથે જ્ઞાનીને જે (મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ-આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના કલેશની પ્રાપ્તિની પરંપરા સહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com