________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૩૫
धर्तुं यस्य न शक्यम् चित्तोद्धामं विना त्वात्मानम्। रोधस्तस्य न विद्यते शुभाशुभकृतस्य कर्मणः।। १६८।।
रागलवमूलदोषपरंपराख्यानमेतत्।
इह खल्वर्हदादिभक्तिरपि न रागानुवृत्तिमन्तरेण भवति। रागाद्यनुवृत्तौ च सत्यां बुद्धिप्रसरमन्तरेणात्मा न तं कथंचनापि धारयितुं शक्यते। बुद्धिप्रसरे च सति शुभस्याशुभस्य वा कर्मणो न निरोधोऽस्ति। ततो रागकलिविलासमूल एवायमनर्थसन्तान इति।।१६८।।।
અન્વયાર્થઃ- [વસ્ય] જે [ વિત્તો બ્રામ વિના તુ] (રાગના સદ્ભાવને લીધે ) ચિત્તના ભ્રમણ વિનાનો [ માત્માનન્] પોતાને [ વર્તન ન શયન્] રાખી શકતો નથી, [ તસ્ય ] તેને [ શુભાશુમતચ વર્મr: ] શુભાશુભ કર્મનો [ : ન વિદ્યતે] નિરોધ નથી.
ટીકાઃ- આ, રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ છે (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે).
અહીં (આ લોકમાં) ખરેખર અતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતા, આત્મા 'બુદ્ધિપ્રસાર વિનાનો (-ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં (-ચિત્તનું ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો વિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ કલેશનો વિલાસ જ
છે.
ભાવાર્થ- અહંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે. ૧૬૮.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની
ચંચળતા. ૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યવિવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ-માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે જીવ ભાવતો નથી, તે જીવને માયામિથ્યાનિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી એમ ઠર્યું કે સમસ્ત અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com