________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः। स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि।।१६७।।
स्वसमयोपलम्भाभावस्य रागैकहेतुत्वद्योतनमेतत्।
यस्य खलु रागरेणुकणिकाऽपि जीवति हृदये न नाम स समस्तसिद्धान्तसिन्धुपारगोऽपि निरुपरागशुद्धस्वरूपं स्वसमयं चेतयते। ततः स्वसमयप्रसिद्ध्यर्थं पिञ्जनलग्नतूलन्यासन्यायमधिद्धताऽर्हदादिविषयोऽपि क्रमेण रागरेणुरपसारणीय इति।।१६७।।।
धरिदुं जस्स ण सक्कं चित्तुब्भामं विणा दु अप्पाणं। रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स।।१६८।।
અન્વયાર્થઃ- [વસ્થ] જેને [પ૨દ્રવ્ય] પરદ્રવ્ય પ્રત્યે [ જુમાત્ર: વા] અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) [RIT:] રાગ [ હૃદયે વિદ્યતે] હૃદયમાં વર્તે છે [૩] તે, [સામધર:
uિ] ભલે સર્વઆગમધર હોય તોપણ, [ સ્વસ્ય સમયે ન વિનાનાતિ] સ્વકીય સમયને જાણતો (-અનુભવતો) નથી.
ટીકા:- અહીં, સ્વસમયની ઉપલબ્ધિના અભાવનો, રાગ એક હેતુ છે એમ પ્રકાશ્ય છે (અર્થાત્ સ્વસમયની પ્રાપ્તિના અભાવનું રાગ જ એક કારણ છે એમ અહીં દર્શાવ્યું છે).
જેને રાગરેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો પારંગત હોય તોપણ, '
નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો (-અનુભવતો) નથી. માટે, “પીંજણને ચોંટેલ રૂ’નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સમયની પ્રસિદ્ધિ અર્થે અર્હતાદિવિષયક પણ રાગરણ (-અર્હતાદિ પ્રત્યેની પણ રાગરજ) ક્રમે દૂર કરવાયોગ્ય છે. ૧૬૭.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને, શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
૧. નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ = ઉપરાગરહિત (-નિર્વિકાર ) શુદ્ધ જેનું સ્વરૂપ છે એવા. ૨. જેમ પીંજણને ચોંટેલું થોડું પણ રૂ, પીંજવાના કાર્યમાં વિન્ન કરે છે, તેમ થોડો પણ રાગ સ્વસમયની
ઉપલબ્ધિરૂપ કાર્યમાં વિન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com