________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
शुद्धसंप्रयोगः। अथ खल्वज्ञानलवावेशाद्यदि यावत् ज्ञानवानपि ततः शुद्धसंप्रयोगान्मोक्षो भवती-त्यभिप्रायेण खिद्यमानस्तत्र प्रवर्तते तदा तावत्सोऽपि रागलवसद्भावात्परसमयरत इत्युपगीयते। अथ न किं पुनर्निरङ्कुशरागकलिकलङ्कितान्तरङ्गवृत्तिरितरो जन इति।। १६५।।
अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो। बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि।।१६६ ।।
अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः। बध्नाति पुण्यं बहुशो न खलु स कर्मक्षयं करोति।।१६६ ।।
રંજિત ચિત્તવૃત્તિ તે અહીં “શુદ્ધસંપ્રયોગ' છે. હવે, અજ્ઞાનલવના આવેશથી જો જ્ઞાનવાન પણ
તે શુદ્ધસંપ્રયોગથી મોક્ષ થાય છે' એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં (શુદ્ધસપ્રયોગમાં) પ્રવર્તે, તો ત્યાંસુધી તે પણ રાગલવના સભાવને લીધે “પરસમયરત” કહેવાય છે. તો પછી નિરંકુશ રાગરૂપ કલેશથી કલંકિત એવી અંતરંગ વૃતિવાળો ઇતર જન શું પરસમયરત ન કહેવાય ? (અવશ્ય કહેવાય જ )* ૧૬૫.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.
અન્વયાર્થઃ- [Éત્સિદ્ધચૈત્યપ્રવચનાળજ્ઞાનમસિમ્પન્નઃ] અહંત, સિદ્ધ, ચૈત્ય
૧. અજ્ઞાનલવ = જરાક અજ્ઞાનઃ અલ્પ અજ્ઞાન. ૨. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ. ૩. પરસમયરત = પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. ૪. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છે:
કોઈ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંશનાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્યગ્દષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને “શુભોપયોગથી જ મોક્ષ થાય છે” એમ એકાતે માને, તો તે સ્થળ પરસમયરૂપ પરિણામ વડ અજ્ઞાની મિથ્યાષ્ટિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com