________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૨૫
व्यवहारमोक्षमार्गसाध्यभावेन निश्चयमोक्षमार्गोपन्यासोऽयम्।
सम्यग्दर्शनज्ञानचारित्रसमाहित आत्मैव जीवस्वभावनियतचरित्रत्वान्निश्चयेन मोक्षमार्गः। अथ खलु कथञ्चनानाद्यविद्याव्यपगमाव्यवहारमोक्षमार्गमनुप्रपन्नो धर्मादितत्त्वार्थाश्रद्धानाङ्गपूर्व-गतार्थाज्ञानातपश्चेष्टानां धर्मादितत्त्वार्थश्रद्धानाङ्गपूर्वगतार्थज्ञानतपश्चेष्टानाञ्च त्यागोपादानाय प्रारब्धविविक्तभावव्यापारः, कुतश्चिदुपादेयत्यागे त्याज्योपादाने च पुनः प्रवर्तितप्रतिविधानाभिप्रायो, यस्मिन्यावति काले विशिष्टभावनासौष्ठववशात्सम्यग्दर्शनज्ञानचारित्रैः स्वभावभूतैः सममङ्गाङ्गिभाव परिणत्या
ટીકાઃ- વ્યવહારમોક્ષમાર્ગના સાધ્ય તરીકે, નિશ્ચયમોક્ષમાર્ગનું આ કથન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે સમાહિત થયેલો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
હવે તે વિસ્તાર એમ છે કે), આ આત્મા ખરેખર કથંચિત્ (કોઈ પ્રકારે, નિજ ઉધમથી) અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગને પામ્યો થકો, ધર્માદિસંબંધી તત્ત્વાર્થઅશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી અજ્ઞાનના અને અતપમાં ચેષ્ટાના ત્યાગ અર્થે તથા ધર્માદિસંબંધી તત્ત્વાર્થશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસબંધી જ્ઞાનના અને તપમાં ચેષ્ટાના ગ્રહણ અર્થે (-ત્રણના ત્યાગ અર્થે તથા ત્રણના ગ્રહણ અર્થે) 'વિવિક્ત ભાવરૂપ વ્યાપાર કરતો થકો, વળી કોઈ કારણે ગ્રાહ્યનો ત્યાગ થઈ જતાં અને ત્યાજ્યનું ગ્રહણ થઈ જતાં તેના પ્રતિવિધાનનો અભિપ્રાય કરતો થકો, જે કાળે અને જેટલા કાળ સુધી વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવને લીધે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે અંગ-અંગીભાવે પરિણતિ
૧. વિવિક્ત = વિવેકથી જાદા તારવેલા (અર્થાત્ ય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહાર ઉપાદેય
તરીકે જાણેલા). [ જેણે અનાદિ અજ્ઞાનનો નાશ કરી શુદ્ધિનો અંશ પ્રગટ કર્યો છે એવા વ્યવહારમોક્ષમાર્ગી (સવિકલ્પ) જીવને નિઃશંકતા-નિ:કાંક્ષા-નિવિચિકિત્સાદિ ભાવરૂપ, સ્વાધ્યાય-વિનયાદિ ભાવરૂપ અને નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોય છે તથા કોઈ કારણે ઉપાદેય
નો (-વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો ) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે. ] ૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ. ૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (અર્થાત ખાસ શુદ્ધ ભાવના ); વિશિષ્ટ પ્રકારની
ઉત્તમ ભાવના. ૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com