________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति।। १६१।।
निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा। न करोति किंचिदप्यन्यन्न मुञ्चति स मोक्षमार्ग इति।।१७१।।
શ્રદ્ધાન, અંગપૂર્વગત જ્ઞાન અને મુનિ-આચારમાં પ્રવર્તનરૂપ વ્યવહારમોક્ષમાર્ગ વિશેષ વિશેષ શુદ્ધિનું વ્યવહારસાધન બનતો થકો, જોકે નિર્વિકલ્પશુદ્ધભાવપરિણત જીવને પરમાર્થ તો ઉત્તમ સુવર્ણની જેમ અભિન્નસાધ્યસાધનભાવને લીધે સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોય છે તોપણ, વ્યવહારનયથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
[ અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિનું અંતરંગ લેશ પણ સમાહિત નહિ હોવાથી અર્થાત્ તેને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે) શુદ્ધિનો અંશ પણ પરિણમ્યો નહિ હોવાથી તેને વ્યવહારમોક્ષમાર્ગ પણ નથી.] ૧૬O.
જે જીવ દર્શનશાનચરણ વડે સમાહિત હોઈને, છોડે-ગ્રહે નહિ અન્ય કંઈપણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
અન્વયાર્થઃ- [૫: માત્મા] જે આત્મા [ તૈ: ત્રિમ: રવ7 સમાહિત ] એ ત્રણ વડે ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શનશાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર-અભેદ થયો થકો) [ અન્ય વિચિત્ પિ] અન્ય કોઈ પણ [૨ વરાતિ ને મુગ્રતિ ] કરતો નથી કે છોડતો નથી, [સ:] તે [ નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [ મોક્ષમાપ: તિ મળત:] “મોક્ષમાર્ગ' કહેવામાં આવ્યો છે.
૧. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં વ્યવહારમોક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છે – “વીતરાગસર્વજ્ઞપ્રણીત જીવાદિપદાર્થો સંબંધી સમ્યક શ્રદ્ધાન તેમ જ જ્ઞાન બંને, ગૃહસ્થને અને તપોધનને સમાન હોય છે; ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત-પંચસમિતિ-ત્રિગુમિ-પડાવશ્યકાદિરૂપ હોય છે અને ગૃહસ્થોને ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજાઉપવાસાદિરૂપ અથવા દાર્શનિક-વ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (અગિયાર પ્રતિમારૂપ) હોય છે; એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગનું લક્ષણ છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com