________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ટીકાનું ઘણું ઊંડું અવગાહન કરી, આચાર્યદેવના હાર્દ સુધી પહોંચી, પૂર્વાપર યથાર્થ સંબંધ વિચારી, અત્યંત સાવધાની અને અતિ પરિશ્રમ પૂર્વક આપે સાંગોપાંગ સુંદર, સરળ અને પૂરેપૂરો ભાવવાહી અનુવાદ ગુર્જર ગિરામાં કર્યો, અને અધ્યાત્મજિજ્ઞાસુ સમાજને અધ્યાત્મનિધાનની અણમોલ ભેટ આપી. આવી પ્રવચનભક્તિવત્સલતા અને અનુપમ અધ્યાત્મ-સાહિત્સવા ભારતના ધાર્મિક ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. તે દ્વારા જૈનસાહિત્યસૃષ્ટિમાં આપે સોનગઢને ઉજ્જવળ બનાવ્યું છે. જૈનશાસનની આવી મહાન સેવા માટે આપને અનેક કોટિ ધન્યવાદ ઘટે છે.
શ્રી સમયસારાદિ મહાન પરમાગમોના મૂળ સૂત્રોનો અત્યંત ભાવવાહી ગુજરાતી પદ્યાનુવાદ પણ આપે કર્યો છે. આ ઉપરાંત શ્રી સમવસરણ સ્તુતિ તથા અન્ય કેટલાકં અધ્યાત્મ કાવ્યોની પણ આપે રચના કરી છે. શાસ્ત્રના ગંભીર અર્થો ઉકલેવાની વિલક્ષણ કુશાગ્રબુદ્ધિ, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ અધ્યાત્મ વિષયોને શબ્દ-ભાવગંભીરતા જાળવીને, સરસ અને સુગ્રાહ્યપણે અનુવાદમાં રજૂ કરવાની વિશિષ્ટ કળા, વાંચતાં જ અધ્યાત્મ પ્રત્યે રુચિ જાગૃત કરે એવી અધ્યાત્મરસભરી લેખનશૈલી. કાવ્યમાં પણ અધ્યાત્મ ઉતારવાની ખાસ શક્તિ વગેરે વિશેષતાઓ આપની અધ્યાત્મરસિકતા પ્રસિદ્ધ કરે છે.
-આપની એ અધ્યાત્મરસિકતાનું અમો બધા સન્માન કરીએ છીએ.
આતમજ્ઞાનપિપાસુ !
આપ સ્વભાવથી જ ગંભીર અને શાંત છો, વૈરાગ્યશાળી, સદ્ધધર્મસચિવંત તેમ જ તત્ત્વાન્વેષક છો, સંસ્કૃતભાષાનું વિશાળ જ્ઞાન ધરાવો છો તથા વિશિષ્ટ ક્ષયોપશમવંત પ્રતિભાસંપન્ન વિદ્વાન છો. વળી આપે જૈનશાસ્ત્રોનું ઊંડું ચિંતન-મનન-અવધારણ કર્યું છે. આમ છતાં આપની આત્મજ્ઞાનપિપાસા અત્યંત તીવ્ર છે, તેને માટે આપનો અવિરત પ્રયત્ન છે. વૈરાગ્યપરાયણતાની સાથે આત્મહિતસાધના પણ આપ કરી રહ્યા છો તે અત્યંત પ્રશંસનીય અને અનુકરણીય છે.
નિસ્પૃહ શ્રુતભક્ત !
મહાન પરમાગમોના અનુવાનું જે શુભ કાર્ય આપના દ્વારા થયું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com