________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीसीमन्धरपरमात्मने नमः।
અધ્યાત્મરસિક, શ્રુતભક્ત, આત્માર્થી વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહ (B. Sc.)ને
સાદર સમર્પિત
અભિનંદન -પત્ર
શુદ્ધાત્મરસિક વિદ્વાન બંધુ !
વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર પરમાત્માની અને ભરતક્ષેત્રના ચરમ તીર્થનાયક શ્રી મહાવીર દેવાધિદેવની દિવ્ય વાણી દ્વારા જે શુદ્ધાત્મદર્શક શ્રુતપ્રવાહુ ચાલ્યો, તેને ઝીલીને-તદ્ર૫ પરિણમીને પરમ પાવન અધ્યાત્મયોગીન્દ્ર આચાર્યવર શ્રી કુંદકુંદદેવે પોતાના સમસ્ત આત્મવૈભવથી પારમેશ્વરી વિધાનાં અનુપમ રત્ન સમાન શ્રી સમયસારાદિ સર્વોત્તમ પરમાગમોમાં સંગૃહીત કર્યો.
તીર્થકર ભગવાનથી વારસામાં આવેલા અને કુંદકુંદાચાર્યદવે ચીવટથી સંઘરેલાં આ પરમાગમોમાં ઉલ્લસતા શુદ્ધાત્મવૈભવરૂપ અદ્ભૂત નિધાનને અંતર્ચક્ષુથી નિહાળનાર, વીતરાગ સર્વજ્ઞપ્રણીત મોક્ષમાર્ગના યથાર્થ જ્ઞાતા, અમોઘ ઉપદેષ્ટા, મહાન સમર્થક અને પ્રચારક, પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સભા સમક્ષ સંસારતાપવિનાશક, ઉપશાંતરસપૂર્ણ, અપૂર્વ પ્રવચનો દ્વારા આ પરમાગમોનાં અંતર ઊંડાં રહસ્યો ખોલવા માંડયાં.
પૂજ્ય ગુરુદેવશ્રીના પરિચયમાં આ૫ આવ્યા અને તેમના શ્રીમુખેથી આપે પણ આ આત્મસ્પર્શી પ્રવચનો સાંભળ્યાં. તેના પરિણામે આપની આત્માર્થિતા ઉલ્લસી આવી, અને આપની વિદ્વત્તા અધ્યાત્મરસિકતાના ઓપથી શોભી ઊઠી.
પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, તેમની કલ્યાણવર્ષિણી શીતળ છાયામાં રહી, શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહની સંસ્કૃત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com