SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન | [ રર૧ साधनभावं निश्चयनयमाश्रित्य मोक्षमार्गप्ररूपणम्। यत्तु पूर्वमुदृिष्टं तत्स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्य प्ररुपितम्। न चैतद्विप्रतिषिद्धं निश्चयव्यवहारयोः साध्य-साधनभावत्वात्सुवर्णसुवर्णपाषाणवत्। अत एवोभयनयायत्ता पारमेश्वरी तीर्थप्रवर्तनेति।। १५९ ।। નિશ્ચયનયના આશ્રયે મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું. અને જે પૂર્વ (૧૦૭ મી ગાથામાં) દર્શાવવામાં આવ્યું હતું તે સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ‘ભિન્નસાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે (-વ્યવહારનયની અપેક્ષાએ) પ્રરૂપવામાં આવ્યું હતું આમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી, કારણ કે સુર્વણ અને સુર્વણપાષાણની માફક નિશ્ચયવ્યવહારને સાધ્ય-સાધનપણું છે. તેથી જ પરમેશ્વરી ( જિનભગવાનની) તીર્થપ્રવર્તના બંને નયોને આધીન છે. ૧૫૯. જેમકે, નિર્વિકલ્પધ્યાનપરિણત (–શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનચારિત્રપરિણત) મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે કારણ કે ત્યાં (મોક્ષરૂપ) સાધ્ય અને (મોક્ષમાર્ગરૂપ) સાધન એક પ્રકારનાં અર્થાત શુદ્ધાત્મરૂપ (–શુદ્ધાત્મપર્યાયરૂપ) છે. ૧. જે પર્યાયોમાં સ્વ તેમ જ પર કારણ હોય છે અર્થાત ઉપાદાનકારણ તેમ જ નિમિત્તકારણ હોય છે તે પર્યાયો અપરહેતુક પર્યાયો છે; જેમકે છઠ્ઠી ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થગત શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન (નવપદાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર-એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં વ્યવહારનયના વિષયભૂત છે. ૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય ( –જાદાં પ્રરૂપવામાં આવે ) તે અહીં વ્યવહારનય છે; જેમકે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થસંબંધી શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે (મોક્ષરૂપ) સાધ્ય અહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય મોક્ષમાર્ગરૂપ) સાધન સ્વપરહેતુક પર્યાય છે. ૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે. ૪. તીર્થમાર્ગ (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન. ૫. જિનભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં, નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનય દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. પ્રશ્ન:- સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy