SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ૨૦૭ मिथ्यात्वादिद्रव्यपर्यायाणामपि बहिरङ्गकारणद्योतनमेतत्। तन्त्रान्तरे किलाष्टविकल्पकर्मकारणत्वेन बन्धहेतुर्द्रव्यहेतुरूपश्चतुर्विकल्पः प्रोक्तः मिथ्या-त्वासंयमकषाययोगा इति। तेषामपि जीवभावभूता रागादयो बन्धहेतुत्वस्य हेतवः, यतो रागादिभावानामभावे द्रव्यमिथ्यात्वासंयमकषाययोगसद्भावेऽपि जीवा न बध्यन्ते। ततो रागा-दीनामन्तरङ्गत्वान्निश्चयेन बन्धहेतुत्वमवसेयमिति।। १४९ ।। -इति बन्धपदार्थव्याख्यानं समाप्तम्। अथ मोक्षपदार्थव्याख्यानम्। ટીકાઃ- આ, મિથ્યાત્વાદિ દ્રવ્યપર્યાયોને (-દ્રથમિથ્યાત્વાદિ પુદ્ગલપર્યાયોને) પણ (બંધના) બહિરંગ-કારણપણાનું પ્રકાશન છે. ગ્રંથાન્તરમાં (અન્ય શાસ્ત્રમાં) મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્યહેતુઓને (દ્રવ્યપ્રત્યયોને) આઠ પ્રકારના કર્મોનાં કારણ તરીકે બંધહેતુ કહ્યા છે. તેમને પણ બંધહેતપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિક છે; કારણ કે રાગાદિભાવોનો અભાવ હોતાં દ્રવ્યમિથ્યાત્વ, દ્રવ્ય-અસંયમ, દ્રવ્યકષાય અને દ્રવ્યયોગના સભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને લીધે નિશ્ચયથી બંધહેતુપણું છે એમ નક્કી કરવું ૧૪૯. આ રીતે બંધપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન છે. ૧. પ્રકાશન=પ્રસિદ્ધ કરવું તે સમજાવવું તે; દર્શાવવું તે. ૨. જીવગત રાગાદિરૂપ ભાવપ્રત્યયોનો અભાવ હોતાં દ્રવ્યપ્રત્યયોના વિધમાનપણામાં પણ જીવો બંધાતા નથી. જો જીવગત રાગાદિભાવોના અભાવમાં પણ દ્રવ્યપ્રત્યયોના ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા બંધ જ રહે (–મોક્ષનો અવકાશ જ ન રહે), કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિધમાનપણું હોય છે. ૩. ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત નથી પણ તેઓ તો નવા કર્મબંધમાં “અંતરંગ નિમિત્ત” છે તેથી તેમને “નિશ્ચયથી બંધહેતુ” કહ્યા છે તેથી તેના થાવ િનિમિત્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy