________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ बंधपदार्थव्याख्यानम् ।
जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा। सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण।। १४७।।
शुभमशुभमुदीर्णं भावं रक्तः करोति यद्यात्मा ।
स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ।। १४७ ।।
હવે બંધપદાર્થનું વ્યાખ્યાન છે.
बन्धस्वरूपाख्यानमेतत् ।
यदि खल्वयमात्मा परोपाश्रयेणानादिरक्तः कर्मोदयप्रभावत्वादुदीर्णं शुभमशुभं वा भावं करोति, तदा स आत्मा तेन निमित्तभूतेन भावेन पुद्गलकर्मणा विविधेन बद्धो भवति । तदत्र मोहरागद्वेषस्निग्ध: शुभोऽशुभो वा परिणामो जीवस्य ભાવવન્ય:, तन्निमित्तेन शुभाशुभकर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यमूर्च्छनं पुद्गलानां द्रव्यबन्ध इति।। १४७।।
જો આતમા ઉ૫૨કત કરતો અશુભ વા શુભ ભાવને, તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
અન્વયાર્થ:- [વિ] જો [આત્મા] આત્મા [રō: ] ૨ક્ત (વિકા૨ી) વર્તતો થકો [ રવીન] ઉદિત [ યમ્ શુમમ્ અશુમમ્ભાવસ્] શુભ કે અશુભ ભાવને [ોતિ] કરે છે, તો [સ: ] તે આત્મા [ તેન] તે ભાવ વડે (તે ભાવના નિમિત્તે) [વિવિધન પુન્નનર્મળા ] વિવિધ પુદ્દગલકર્મથી [ વન્દ્વ: મવતિ] બદ્ધ થાય છે.
ટીકા:- આ, બંધના સ્વરૂપનું કથન છે.
જો ખરેખર આ આત્મા અન્યના (-પુદ્દગલકર્મના ) આશ્રય વડે અનાદિ કાળથી રક્ત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત (−પ્રગટ થતા) શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્દગલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં ( એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે અને તેના (-શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્દગણોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાસંબંધ ) તે દ્રવ્યબંધ છે. ૧૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com