________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨00 ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मुख्यनिर्जराकारणोपन्यासोऽयम्।
यो हि संवरेण शुभाशुभपरिणामपरमनिरोधेन युक्तः परिज्ञातवस्तुस्वरूपः परप्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमना: आत्मानं स्वोपलम्भेनोपलभ्य गुणगुणिनोर्वस्तु-त्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्संचेतयते स खलु नितान्तनिस्नेहः प्रहीण-नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फटिकस्तम्भवत् पूर्वोपात्तं कर्मरजः ।
પ્રસાધવ: દિ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, [ ગાત્માનમ્ જ્ઞાત્વી] આત્માને જાણીને (-અનુભવીને) [જ્ઞાને નિયત ધ્યાતિ] જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ 1 ] તે [ ઝર્મન: ] કર્મરજને [ સંપુનોતિ] ખેરવી નાખે છે.
ટીકા:- આ, નિર્જરાના મુખ્ય કારણનું કથન છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું મન ઉધત થયું છે એવો વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને (-પોતાને સ્વાનુભવ વડે અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તપણે અભેદ હોવાથી તે જ જ્ઞાનને-અને-સ્વ વડે અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત નિઃસ્નેહ વર્તતો થકો-જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના તંભની માફક-પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે.
૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું. ૨. મન = મતિ; બુદ્ધિ, ભાવ; પરિણામ ૩. ઉધત થવું = તત્પર થવું; લાગવું; ઉધમવંત થવું; વળવું; ઢળવું. ૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો-બન્ને એક જ છે.
ઉપર જેને “આત્મા’ શબ્દથી કહ્યો હતો તેને અહીં “જ્ઞાન શબ્દથી કહેલ છે. તે જ્ઞાનમાં-નિજાત્મામાંનિજાત્મા વડે નિશ્ચળ પરિણતિ કરીને તેનું સંચેતન-સંવેદન–અનુભવન કરવું તે ધ્યાન છે. ૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત. ૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com