SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન अनुकम्पास्वरूपाख्यानमेतत् । करुणया कञ्चिदुदन्यादिदुःखप्लुतमवलोक्य तत्प्रतिचिकीर्षाकुलितचित्तत्वमज्ञानिनोऽनुकम्पा । ज्ञानिनस्त्वधस्तनभूमिकासु विहरमाणस्य जन्मार्णवनिमग्नजगदवलोकनान्मनाग्मनःखेद इति ।। १३७ ।। कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज । जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति ।। १३८ । । क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य । जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा ब्रुवन्ति ।। १३८ ।। [ ૧૯૧ [તં નૃપયા પ્રતિવદ્યતે] તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, [ તત્ત્વ પુષા અનુન્પા ભવતિ] તેનો એ ભાવ અનુકંપા છે. ટીકા:- આ, અનુકંપાના સ્વરૂપનું કથન છે. કોઈ તૃષાદ્દિદુઃખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર ( –ઉપાય ) કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (–પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી ) મનમાં જા ખેદ થવો તે છે.* ૧૩૭. મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને જીવને ક૨ે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮. અન્વયાર્થ:- [ યવા ] જ્યારે [ ોધ: વા] ક્રોધ, [ માન: ] માન, [ માયા ] માયા [ વા] અથવા [ તોમ: ] લોભ [વિત્તમ્ આસાદ્ય ] ચિત્તનો આશ્રય પામીને * આ ગાથાની આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ–તીવ્ર તૃષા, તીવ્ર ક્ષુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ ‘કોઈ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું' એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્ નિજાત્માના અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે), સંકલેશના પરિત્યાગ વડે (– અશુભ ભાવને છોડીને) યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુ:ખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy