________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति वुच्चति ।। १३६ ।।
अर्हत्सिद्धसाधुषु भक्तिर्धर्मे या च खलु चेष्टा।
अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ।। १३६ ।।
प्रशस्तरागस्वरूपाख्यानमेतत्।
अर्हत्सिद्धसाधुषु भक्तिः, धर्मे व्यवहारचारित्रानुष्ठाने वासनाप्रधाना चेष्टा,
અર્હત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમન-એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬.
[ ૧૮૯
અન્વયાર્થ:- [ અર્હસિદ્ધસાધુષુ મત્તિ: ] અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, [ ધર્મ યા
ચ વસ્તુ ઘેટા] ધર્મમાં ખરેખર ચેષ્ટા [અનુવનનમ્ અપિ મુળાક્] અને ગુરુઓનું અનુગમન, [પ્રશસ્તરારા: જ્ઞત્તિ ધ્રુવન્તિ ] તે ‘પ્રશસ્ત રાગ ’ કહેવાય છે.
ટીકા:- આ, પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન છે.
'અદ્વૈત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં–વ્યવહારચારિત્રના
૧. અદ્વૈત-સિદ્ધ-સાધુઓમાં અદ્વૈત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે કારણ કે ‘સાધુઓ ’માં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે.
[નિર્દોષ ૫૨માત્માથી પ્રતિપક્ષભૂત એવાં આર્ત-રૌદ્રધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓ તેમનો, રાગાદિવિકલ્પરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષ રહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અર્હતો કહેવાય છે.
લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણાદિ-અષ્ટકર્મના અભાવથી સમ્યક્ત્વાદિ-અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા આત્મતત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ નિશ્ચળ-અનુભૂતિ, પરદ્રવ્યની ઇચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મદ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન-આવા નિશ્ચયપંચાચારને તથા તેના સાધક વ્યવહા૨પંચાચા૨ને-કે જેની વિધિ આચારાદિશાસ્ત્રોમાં કહી છે તેને-એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે.
પાંચ અસ્તિકાયોમાં જીવાસ્તિકાયને, છ દ્રવ્યોમાં શુદ્ધજીવદ્રવ્યને, સાત તત્ત્વોમાં શુદ્ધજીવતત્ત્વને અને નવ પદાર્થોમાં શુદ્ધજીવપદાર્થને જેઓ નિશ્ચયનયે ઉપાદેય કહે છે તેમ જ ભેદાભેદરત્નત્રયસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com