________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૭
सुखदुःखज्ञानस्य हितपरिकर्मणोऽहितभीरुत्वस्य चेति चैतन्यविशेषाणां नित्यमनुपलब्धेर-विद्यमानचैतन्यसामान्या एवाकाशादयोऽजीवा इति।।१२५ ।।
संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होति गुणा पज्जया य बहू।। १२६ ।। अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। १२७।।
આકાશાદિને સુખદુ:ખનું જ્ઞાન, *હિતનો ઉધમ અને અહિતનો ભય-એ ચૈતન્યવિશેષોની સદા અનુપલબ્ધિ છે ( અર્થાત્ એ ચૈતન્યવિશેષો આકાશાદિને કોઈ કાળે જોવામાં આવતા નથી), તેથી (એમ નક્કી થાય છે કેઆકાશાદિ અજીવોને ચૈતન્યસામાન્ય વિધમાન નથી જ.
ભાવાર્થ- જેને ચેતનવસામાન્ય હોય તેને ચેતન–વિશેષો હોવા જ જોઈએ. જેને ચેતન–વિશેષો ન હોય તેને ચેતનવસામાન્ય પણ ન જ હોય. હવે, આકાશાદિ પાંચ દ્રવ્યોને સુખદુ:ખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ-એ ચેતન–વિશેષો કદીયે જોવામાં આવતા નથી, તેથી નક્કી થાય છે કે આકાશાદિને ચેતનવસામાન્ય પણ નથી, અર્થાત્ અચેતનત્વસામાન્ય જ છે. ૧૨૫.
સંસ્થાન-સંધાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭.
* હિત અને અહિત વિષે આચાર્યવર શ્રી જયસેનાચાર્યદવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે
પ્રમાણે વિવરણ છે:
અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમનાં કારણભૂત દાનપૂજાદિને હિત સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યજ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુ:ખને તથા તેના કારણભૂત મિથ્યાત્વરાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com