________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૭૫ प्रपञ्चितविवित्रविकल्परूपैः,
निश्चयनयेन मोहरागद्वेषपरिणतिसंपादितविश्वरूपत्वात्कदाचिदशुद्धैः कदाचित्तदभावाच्छुद्धैश्चैतन्यविवर्तग्रन्थिरूपैर्बहुभिः पर्यायैः जीवमधिगच्छेत्। अधिगम्य चैवमचैतन्य स्वभावत्वात् ज्ञानादर्थांतरभूतैरितः प्रपंच्यमानैर्लिङ्गैर्जीवसंबद्धमसंबद्धं वा स्वतो भेदबुद्धि-प्रसिद्ध्यर्थमजीवमधिगच्छेदिति।। १२३।।।
-इति जीवपदार्थव्याख्यानं समाप्तम्।
अथ अजीवपदार्थव्याख्यानम्।
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा।।१२४ ।।
દ્વારા પ્રપંચિત વિચિત્ર ભેદરૂપ બહુ પર્યાયો વડે, તથા (૨) નિશ્ચયનયથી મોહરાગદ્વષપરિણતિસંપ્રાસ 'વિશ્વરૂપતાને લીધે કદાચિત્ અશુદ્ધ (એવા) અને કદાચિત્ તેના (મોહરાગદ્વેષપરિણતિના) અભાવને લીધે શુદ્ધ એવા ચૈતન્યવિવર્તગ્રંથિરૂપ બહુ પર્યાયો વડે, જીવને જાણો. એ રીતે જીવને જાણીને, અચૈતન્યસ્વભાવને લીધે, 'જ્ઞાનથી અર્થાતરભૂત એવાં, અહીંથી (હવેની ગાથાઓમાં) કહેવામાં આવતાં લિંગો વડે, જીવ-સંબદ્ધ કે જીવ-અસંબદ્ધ અજીવને, પોતાથી ભેદબુદ્ધિની પ્રસિદ્ધિ અર્થે, જાણો. ૧૨૩.
આ રીતે જીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે અજીવપદાર્થનું વ્યાખ્યાન છે.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં; તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
૧. પ્રપંચિત = વિસ્તારથી કહેવામાં આવેલા ૨. મોહરાગદ્વેષપરિણતિને લીધે જીવને વિશ્વરૂપતા અર્થાત્ અનેકરૂપતા પ્રાપ્ત થાય છે. ૩. ગ્રંથિ = ગાંઠ. [ જીવના કદાચિત અશુદ્ધ અને કદાચિત શુદ્ધ એવા પર્યાયો ચૈતન્યવિવર્તની
ચૈતન્યપરિણમનની-ગ્રંથિઓ છે; નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો.] ૪. જ્ઞાનથી અર્થાતરભૂત = જ્ઞાનથી અજવસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ. [અજીવનો સ્વભાવ
અચૈતન્ય હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.] ૫. જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ
પોતાથી (સ્વજીવથી) તદ્દન ભિન્ન છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com