SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન [ ૧૫૭ तत्त्वविनिश्चयबीजम्। तेषामेव मिथ्यादर्शनोदयान्नौयानसंस्कारादि स्वरूपविपर्ययेणाध्यवसीय-मानानां तन्निवृत्तौ समञ्जसाध्यवसायः सम्यग्ज्ञानं, मनाग्ज्ञानचेतनाप्रधानात्मतत्त्वोपलंभबीजम्। सम्यग्दर्शनज्ञानसन्निधानादमार्गेभ्यः समग्रेभ्यः परिच्युत्य स्वतत्त्वे विशेषेण रूढमार्गाणां सता-मिन्द्रियानिन्द्रियविषयभूतेष्वर्थेषु रागद्वेषपूर्वकविकाराभावान्निर्विकारावबोधस्वभाव: સમભાવશારિત્ર, तदात्वायतिरमणीयमनणीयसोऽपुनर्भवसौख्यस्यैकबीजम्। इत्येष त्रिलक्षणो मोक्षमार्ग: पुरस्ता-न्निश्चयव्यवहाराभ्यां व्याख्यास्यते। इह तु सम्यग्दर्शनज्ञानयोर्विषयभूतानां नवपदार्थानामु-पोद्धातहेतुत्वेन सूचित इति।।१०७।। સંસ્કારની માફક મિથ્યાદર્શનના ઉદયને લીધે જેઓ સ્વરૂપવિપર્યયપૂર્વક અધ્યવસિત થાય છે (અર્થાત્ વિપરીત સ્વરૂપે સમજાય છે-ભાસે છે) એવા તે “ભાવો ”નો જ (-નવ પદાર્થોનો જ ), મિથ્યાદર્શનના ઉદયની નિવૃત્તિ હોતાં, જે સમ્યક અધ્યવસાય (સત્ય સમજણ, યથાર્થ અવભાસ, સાચો અવબોધ) થવો, તે સમ્યજ્ઞાન છે-કે જે (સમ્યજ્ઞાન) કાંઈક અંશે જ્ઞાનચેતનાપ્રધાન આત્મતત્ત્વની ઉપલબ્ધિનું (અનુભૂતિનું ) બીજ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સદ્ભાવને લીધે સમસ્ત અમાર્ગોથી છૂટીને જેઓ સ્વતત્ત્વમાં વિશેષપણે રૂઢ માર્ગવાળા થયા છે તેમને ઇંદ્રિય અને મનના વિષયભૂત પદાર્થો પ્રત્યે રાગદ્વેષપૂર્વક વિકારના અભાવને લીધે જે નિર્વિકારજ્ઞાનસ્વભાવવાળો સમભાવ હોય છે, તે ચારિત્ર છે-કે જે (ચારિત્ર) તે કાળે અને આગામી કાળે રમણીય છે અને અપુનર્ભવના (મોક્ષના ) મહા સૌખ્યમાં એક બીજ છે. –આવા આ ત્રિલક્ષણ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક) મોક્ષમાર્ગનું આગળ નિશ્ચય અને વ્યવહારથી વ્યાખ્યાન કરવામાં આવશે. અહીં તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના વિષયભૂત નવ પદાર્થોના ઉપદ્યાતના હેતુ તરીકે તેનું સૂચન કરવામાં આવ્યું છે. ૧૦૭. * અહીં ‘સંjરાઃિ 'ને બદલે ઘણું કરીને ‘સંજ્જારવિવ' હોવું જોઈએ એમ લાગે છે. ૧. રૂઢ = રીઢો; પાકો; પરિચયથી દઢ થયેલો. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લીધે જેમનો સ્વતત્ત્વગત માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને ઇંદ્રિયમનના વિષયો પ્રત્યે રાગદ્વેષના અભાવને લીધે વર્તતો નિર્વિકારજ્ઞાનસ્વભાવી સમભાવ તે ચારિત્ર છે). ૨. ઉપોદઘાત = પ્રસ્તાવના [ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગનાં પ્રથમનાં બે અંગ જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તેમના વિષયો નવ પદાર્થ છે; તેથી હવેની ગાથાઓમાં નવ પદાર્થનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy