________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
ભગવાનશ્રીકુંદકુંદ
सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं। चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ।। १०७।।
सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम्।
चारित्रं समभावो विषयेषु विरूढमार्गाणाम्।। १०७।। सम्यग्दर्शनज्ञानचारित्राणां सूचनेयम्।
भावाः खलु कालकलितपञ्चास्तिकायविकल्परूपा नव पदार्थाः। तेषां मिथ्यादर्शनोदया-वादिताश्रद्धानाभावस्वभावं भावांतरं श्रद्धानं सम्यग्दर्शनं, शुद्धचैतन्यरूपात्म
ભાવો ” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે, વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
અન્વયાર્થઃ- [ભાવાનાં] ભાવોનું (-નવ પદાર્થોનું) [ શ્રદ્ધાનં] શ્રદ્ધાન [સચવત્વે ] તે સમ્યકત્વ છે; [તેષાનું ધામ:] તેમનો અવબોધ [ જ્ઞાન] તે જ્ઞાન છે; [ વિરુદ્ધમાન] (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને [ વિષયેષ] વિષયો પ્રત્યે વર્તતો [ સમાવ:] સમભાવ [ વારિત્રમ] તે ચારિત્ર છે.
ટીકાઃ- આ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સૂચના છે.
કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થો તે ખરેખર “ભાવો” છે. તે “ભાવો ”નું મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન તેના અભાવસ્વભાવવાળો જે ભાવાંતર-શ્રદ્ધાન (અર્થાત્ નવ પદાર્થોનું શ્રદ્ધાન), તે સમ્યગ્દર્શન છે-કે જે (સમ્યગ્દર્શન) શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વના વિનિશ્ચયનું બીજ છે. નૌકાગમનના
૧. ભાવાંતર = ભાવવિશેષ; ખાસ ભાવ; બીજો ભાવ; જુદો ભાવ. [ નવ પદાર્થોના અશ્રદ્ધાનનો
અભાવ જેનો સ્વભાવ છે એવો ભાવાતર (-નવ પદાથોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે. ] ૨. વિનિશ્ચય = નિશ્ચય; દઢ નિશ્ચય. ૩. જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પદાર્થો વિપરીત સ્વરૂપે
સમજાય છે (અર્થાત્ પોતે ગતિમાં હોવા છતાં સ્થિર હોય એમ સમજાય છે અને વૃક્ષ, પર્વત વગેરે સ્થિર હોવા છતાં ગતિમાં હોય એમ સમજાય છે), તેવી રીતે જીવને મિથ્યાદર્શનના ઉદયવશ નવ પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com