________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
卐
5
-૨
卐
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
द्रव्यस्वरूपप्रतिपादनेन
शुद्धं बुधानामिह तत्त्वमुक्तम्। पदार्थभङ्गेन कृतावतारं प्रकीर्त्यते संप्रति वर्त्म तस्य॥७॥
卐
अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ।। १०५ ।।
[પ્રથમ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પહેલા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવ્યું અને બીજા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવશે તે બ્લોક દ્વારા અતિ સંક્ષેપમાં દર્શાવે છે: ]
[ શ્લોકાર્થ:- ] અહીં (આ શાસ્ત્રમાં પ્રથમ શ્રુતસ્કંધને વિષે ) દ્રવ્યસ્વરૂપના પ્રતિપાદન વડે બુધ પુરુષોને (સમજુ જીવોને ) શુદ્ધ તત્ત્વ (શુદ્ધાત્મતત્ત્વ) ઉપદેશવામાં આવ્યું. હવે પદાર્થભેદ વડે ઉપોદ્ઘાત કરીને (–નવ પદાર્થરૂપ ભેદ વડે પ્રારંભ કરીને) તેનો માર્ગ (-શુદ્ધાત્મતત્ત્વનો માર્ગ અર્થાત્ તેના મોક્ષનો માર્ગ) વર્ણવવામાં આવે છે. [૭]
[હવે આ બીજા શ્રુતસ્કંધને વિષે શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત ગાથાસૂત્ર શરૂ ક૨વામાં આવે છેઃ ]
શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવી૨ને,
ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com