________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः।
गच्छन्ति कर्मभावमन्योन्यावगाहावगाढा।। ६५ ।। अन्याकृतकर्मसंभूतिप्रकारोक्तिरियम्।
आत्मा
संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेवानादिबंधनबद्धत्वादनादिमोहरागद्वेषग्निग्धैरविशुद्धैरेव भावैर्विवर्तते। स खलु यत्र यदा मोहरूपं रागरूपं द्वेषरूपं वा स्वस्य भावमारभते, तत्र तदा तमेव निमित्तीकृत्य जीवप्रदेशेषु परस्परावगाहेनानुप्रविष्टा स्वभावैरेव पुद्गलाः कर्मभावमापद्यंत इति।।६५।।
અન્વયાર્થઃ- [માત્મા ] આત્મા [સ્વભાવ ] (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને [ રોતિ] કરે છે; [ તત્ર તા: પુદતા: ] ( ત્યારે ) ત્યાં રહેલાં પુદ્ગલો [સ્વમાવે.] પોતાના ભાવોથી [બન્યોન્યાવાદાવIઢી:] જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં [વર્મમાવત્ ઋત્તિ ] કર્મભાવને પામે છે.
ટીકા:- અન્ય વડે કરવામાં આવ્યા વિના કર્મની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું આ કથન છે.
આત્મા ખરેખર સંસાર-અવસ્થામાં પારિણામિક ચૈતન્યસ્વભાવને છોડ્યા વિના જ અનાદિ બંધન વડે બદ્ધ હોવાથી અનાદિ મોહરાગદ્વેષ વડે * સ્નિગ્ધ એવા અવિશુદ્ધ ભાવરૂપે જ વિવર્તન પામે છે (- પરિણમે છે). તે (સંસારસ્થ આત્મા) ખરેખર જ્યાં અને જ્યારે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ એવા પોતાના ભાવને કરે છે. ત્યાં અને ત્યારે તે જ ભાવને નિમિત્ત કરીને પુગલો પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં (વિશિષ્ટતાપૂર્વક) પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યાં થક કર્મભાવને પામે છે.
ભાવાર્થ:- આત્મા જે ક્ષેત્રે અને જે કાળે અશુદ્ધ ભાવે પરિણમે છે, તે જ ક્ષેત્રે રહેલા કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો તે જ કાળે સ્વયં પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં ખાસ પ્રકારે પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યા થકા કર્મપણાને પામે છે.
આ રીતે, જીવથી કરાયા વિના જ પુદગલો સ્વયં કર્મપણે પરિણમે છે. ૬૫.
* સ્નિગ્ધ=ચીકણા, ચીકાશવાળા. (મોહરાગદ્વેષ કર્મબંધના નિમિતભૂત હોવાને લીધે મોહરાગદ્વેષને સ્નિગ્ધતાની ઉપમા આપવામાં આવે છે. તેથી અહીં અવિશુદ્ધ ભાવોને “મોહરાગદ્વેષ વડ સ્નિગ્ધ” કહ્યા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com