________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं। किध तस्स फलं भुजदि अप्पा कम्मं च देदि फलं।।६३।।
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम्। कंथ तस्य फलं भुक्ते आत्मा कर्म च ददाति फलम्।। ६३।।
कर्मजीवयोरन्योन्याकर्तृत्वेऽन्यदत्तफलान्योपभोगलक्षणदूषणपुरःसरः પૂર્વપક્ષોગ્યમ્ ક્િરૂા
પુદગલની અને જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળે વર્તતી હોવા છતાં પણ પૌલિક ક્રિયાને વિષે વર્તતાં પુદ્ગલનાં છ કારકો જીવકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે તથા જીવભાવરૂપ ક્રિયાને વિષે વર્તતાં જીવનાં છ કારકો પુદ્ગલકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે. ખરેખર કોઈ દ્રવ્યના કારકોને કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા હોતી નથી. ૬ર.
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, કયમ કર્મ ફળ દે જીવને? કયમ જીવ તે ફળ ભોગવે ? ૬૩.
અન્વયાર્થઃ- [ યદ્રિ] જો [ વર્મ] કર્મ [ કર્મ કરોતિ] કર્મને કરે અને [સ: માત્મા] આત્મા [ ગાત્માનમ્ રોતિ] આત્માને કરે તો [^] કર્મ [ત્તમ્ થં વવાતિ ] આત્માને ફળ કેમ આપે [૨] અને [ નીત્મા] આત્મા [ તસ્ય છત્ત મુર્જી] તેનું ફળ કેમ ભોગવે?
ટીકા:- જો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય, તો “અન્ય દીધેલું ફળ અન્ય ભોગવે' એવો પ્રસંગ આવે; - આવો દોષ બતાવીને અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ:- શાસ્ત્રોમાં કહ્યું છે કે ( પૌદ્ગલિક) કર્મ જીવને ફળ આપે છે અને જીવ (પૌદ્ગલિક) કર્મનું ફલ ભોગવે છે. હવે જો જીવ કર્મને કરતો જ ન હોય તો જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ કેમ આપે અને જીવ પોતાથી નહિ કરાયેલા કર્મના ફળને કેમ ભોગવે ? જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ આપે અને જીવ તે ફળ ભોગવે એ કોઈ રીતે ન્યાયયુક્ત નથી. આ રીતે, “કર્મ” કર્મને જ કરે છે અને
* આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮ મી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com