________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૭૫
આ આત્મા, મન:પર્યયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પરમનોગત મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે મન:પર્યયજ્ઞાન છે. ઋજામતિ અને વિપુલમતિ એવા ભેદો વડે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં, વિપુલમતિ મન:પર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી પદાર્થને, વર્ક તેમ જ અવક્ર બન્નેને, જાણે છે અને જામતિ મન:પર્યયજ્ઞાન તો જાને (અવકને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમદેહી મુનિઓને વિપુલમતિ મન:પર્યયજ્ઞાન હોય છે. આ બન્ને મન:પર્યયજ્ઞાનો વીતરાગ આત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત, પંદર પ્રમાદ રહિત અપ્રમત્ત મુનિને ઉપયોગમાં-વિશુદ્ધ પરિણામમાં ઉત્પન્ન થાય છે. અહીં મન:પર્યયજ્ઞાનના ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે. પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે.
જે જ્ઞાન ઘટપટાદિ શેય પદાર્થોને અવલંબીને ઊપજતું નથી તે કેવળજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનસ્વરૂપ પણ નથી. જોકે દિવ્યધ્વનિકાળે તેના આધારે ગણધરદેવ વગેરેને શ્રુતજ્ઞાન પરિણમે છે તોપણ તે શ્રુતજ્ઞાન ગણધરદેવ વગેરેને જ હોય છે, કેવળીભગવંતોને તો કેવળજ્ઞાન જ હોય છે. વળી, કેવળીભગવંતોને શ્રુતજ્ઞાન નથી એટલું જ નહિ, પણ તેમને જ્ઞાન-અજ્ઞાન પણ નથી અર્થાત્ તેમને કોઈ વિષયનું જ્ઞાન અને કોઈ વિષયનું અજ્ઞાન હોય એમ પણ નથીસર્વ વિષયોનું જ્ઞાન જ હોય છે; અથવા, તેમને મતિ-જ્ઞાનાદિ અનેક ભેદવાળું જ્ઞાન નથીકેવળજ્ઞાન એક જ છે.
અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં છે. નિશ્ચયથી તો વાદળા વિનાના સૂર્યની માફક આત્મા અખંડ-એક-જ્ઞાનપ્રતિભાસમય જ છે.
હવે અજ્ઞાનત્રય વિષે કહેવામાં આવે છેઃ
મિથ્યાત્વ દ્વારા અર્થાત્ ભાવ-આવરણ દ્વારા અજ્ઞાન (-કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન) અને અવિરતિભાવ હોય છે તથા જ્ઞયને અવલંબતા (-શય સંબંધી વિચાર અથવા જ્ઞાન કરતાં) તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય છે. (મિથ્યાદર્શનના સદ્ભાવમાં વર્તતું મતિજ્ઞાન તે કુમતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન તે કુશ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન છે; તેના સદભાવમાં વર્તતા નયો તે દુ:નયો છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com