________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૩
ज्ञानसामान्यात्मा। स खल्वनादिज्ञानावरणकर्मावच्छन्नप्रदेश: सन्, यत्तदावरणक्षयोपशमादिन्द्रि-यानिन्द्रियावलम्बाच मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदाभिनिबोधिकज्ञानम्, यत्तदा-वरणक्षयोपशमादनिन्द्रियावलंबाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तत् श्रुतज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदवधिज्ञानम्, यत्तदा-वरणक्षयोपशमादेव परमनोगतं मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तन्मनःपर्ययज्ञानम् , यत्सकलावरणात्यंतक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं विशेषेणावबुध्यते तत्स्वाभाविकं केवलज्ञानम्। मिथ्यादर्शनोदयसहचरितमाभिनिबोधिकज्ञानमेव कुमतिज्ञानम्, मिथ्यादर्शनोदय-सहचरितं
श्रुतज्ञानमेव
શ્રુતજ્ઞાનમ્, मिथ्यादर्शनोदयसहचरितमवधिज्ञानमेव विभङ्गज्ञानमिति स्वरूपाभिधानम्। इत्थं मतिज्ञानादिज्ञानोपयोगाष्टकं व्याख्यातम्।। ४१।।
અનાદિ જ્ઞાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્ મતિજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને ઇંદ્રિય-મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને "વિકળપણે વિશેષત: અવબોધે છે તે આભિનિબોધિકજ્ઞાન છે, (૨) તે પ્રકારના (અર્થાત્ શ્રુતજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષત: અવબોધે છે તે અવધિજ્ઞાન છે, (૪) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ પરમનોગત (-પારકાના મન સાથે સંબંધવાળા) મૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે મન:પર્યયજ્ઞાન છે, (૫) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે વિશેષતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળજ્ઞાન છે. (૬) મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિકજ્ઞાન જ કુમતિજ્ઞાન છે, (૭) મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે, (૮) મિથ્યાદર્શનના ઉદય સાથેનું અવધિજ્ઞાન જ વિર્ભાગજ્ઞાન છે. –આ પ્રમાણે ( જ્ઞાનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે.
એ રીતે મતિજ્ઞાનાદિ આઠ જ્ઞાનોપયોગોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.
ભાવાર્થ- પ્રથમ તો, નીચે પ્રમાણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ છે:
૧. વિકળપણે = અપૂર્ણપણે અંશે. ૨. વિશેષતઃ અવબોધવું = જાણવું. (વિશેષ અવબોધ અર્થાત્ વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com